Bharuch news/ દક્ષિણ આફ્રિકામાં ભરૂચના 3 યુવાનોના મોત

ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ  રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા.

Top Stories Gujarat Others Breaking News

Bharuch News: ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવાનો અને યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર એક મિનિબસ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કારમાં અચાનક આગ લાગી ગઈ અને ભરૂચના ત્રણ યુવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા.

ભરૂચના ત્રાલસા કોઠી ગામના યુવાનો શહેજાદ ભાગ્યશાલી, સુફિયાન ભાગ્યશાલી અને મુસ્તકીમ દેસાઈ  રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. તેઓ કારમાં અન્ય ત્રણ યુવાનો સાથેકામ અર્થે જઇ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે કાર ધડાકાભેર ભટકાય હતી.અકસ્માત બાદ કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ભયાનક જ્વાળાઓમાં ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

જોકે કારમાં અન્ય યુવાનો પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે અને આ યુવાનો લન ભરૂચ જિલ્લાના જ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના વાલક બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, 2 ભાઈઓના મોત

આ પણ વાંચો:શું ફરી થયો અકસ્માત? અમેરિકન પ્લેન અલાસ્કા જતા રસ્તેમાં થયું ગુમ, 10 લોકો હતા સવાર

આ પણ વાંચો:કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત