Kutch News: કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે (Bhuj-Bhachau Highway) પર વહેલી સવારે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે. ધાણેટી પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર અમદાવાદના વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. મનીષ નામની વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્યત્ર ઇજાગ્રસ્તને સિવિલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે તરત જ ધાણેટી પોલીસ દોડી આવી હતી. તેણે મૃતકને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. આ પહેલા અકસ્માત સર્જાતા સ્થાનિકો તરત દોડી આવ્યા હતા અને તેમણે અકસ્માતનો ભોગ બનેલાઓને વાહનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તેઓએ 108ને બોલાવી હતી અને 108એ ત્યાં કેટલાયને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માત ગુનો નોંધીને આ કેસમાં આગળ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે આ ઉપરાંત ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ હતું કે નહી તેની ચકાસણી પણ શરૂ કરી દીધી છે. આ માટે ટ્રેલર ચાલકનો ટેસ્ટ કરાશે અને કારમાં બેઠેલાઓનો પણ ટેસ્ટ કરવામાં આવશે. તેના આધારે પછી બીજી કલમો લગાવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તો ટ્રેલર ચાલકને પોલીસે અટકાયતમાં લીધો છે.
આ પહેલા ગયા મહિને કચ્છમાં લોરિયા-વેંકરિયાના રણ વચ્ચે વડોદરાની હ્યુન્ડાઈ આઈ 10 કાર બેકાબૂ બની જઈને પલ્ટી ખાઈ જતાં તેમા સવાર એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતુ. જ્યારે બીજા પાંચ મુસાફરોને સામાન્યથી ગંભીર ઇજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા ઉત્તરાયણની મોડી સાંજે બીજો અકસ્માત ખાવડા માર્ગ પરના ગોરેવાલી નજીક સર્જાયો હતો. તેમા શ્વેત રણની મુલાકાત લઈ પરત ફરી રહેલી એક કારે મોટરસાઇકલ સવારને હડફેટે લીધો હતો. તેની ટક્કર પછી બેકાબૂ બનેલી કાર ખાડામાં ખાબકી હતી અને વાહનચાલકને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો: કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ
