Ahmedabad News/ અમદાવાદના મેમનગરમાં નબીરાએ 6 વાહનોને અડફેટે લીધાં, યુવકની અટકાયત, CCTV સામે આવ્યા

પોલીસે તેની અટકાયત કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. શહેરના મેમનગર (Memnagar) પાસે નબીરાએ બેફામ વાહનચાલકે 6 વાહનોને અડફેટે લઈ અકસ્માત (Accident) સર્જ્યો છે. ચિંતન પરીખ નામના કાર ચાલક યુવાને અકસ્માત સર્જ્યો છે. પોલીસે તેની અટકાયત કરી છે.

અમદાવાદ શહેરમાં મેમનગર વિસ્તારમાં આજે સવારે જોરદાર અકસ્માત સર્જાયો છે. નબીરાએ બેફામ વાહન ચલાવી એક બાદ એક 2 રાહદારી, 3 ટુ-વ્હિલર, 3 કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલા અને એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.  ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત થતાં રસ્તા પર લોકોનુ ટોળું જમા થઈ ગયું હતું. તુરંત જ ટ્રાફિક પોલીસને અકસ્માતની જાણ કરી દેવામાં આવી હતી.

ટ્રાફિક પોલીસે આરોપી યુવાન ચિંતન પરીખની અટકાયત કરી છે, આરોપી ચિંતન પરીખ મેમનગરનો જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કાર માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં અકસ્માતોની વણઝાર, બે અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો:અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત