Junagadh News/ પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો

2 દિવસ પહેલા બુટલેગરને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી લખન ચાવડા સહિત સાગરીતોને ઝડ્પી પાડ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Junagadh News : જુનાગઢમાં 2 દિવસ પહેલા પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત બુટલેગર લખન મેરુ ચાવડા અને તેના સાગરીતોને રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, 2 દિવસ પહેલા પોલીસ જ્યારે બાતમીના આધારે બુટલેગર લખન મેરુ ચાવડાને પકડવા માટે તેના ઠેકાણા પર ગઈ હતી, ત્યારે લખન મેરુ ચાવડા અને તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, અને પોલીસને ફરજ પરથી પાછા હટવું પડ્યું હતું. હુમલો કર્યા બાદ લખન મેરુ ચાવડા અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે જુનાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે બાતમીદારો પાસેથી માહિતી મેળવી હતી અને આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના જોધપુર ખાતે દરોડો પાડીને લખન મેરુ ચાવડા અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને આશરો આપનાર સુનીલ ભારાઈ, અલી ઉર્ફે બબલુ મકરાણી અને જયેશ ગાંગડિયા નામના શખ્સોની પણ ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને જુનાગઢ લાવવામાં આવી રહ્યા છે.  આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓના અન્ય સાગરીતો અને સહયોગીઓની શોધખોળ ચાલુ છે. આરોપી મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, મુખ્ય આરોપી લખન મેરુ ચાવડા વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના 37 થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપી એક કુખ્યાત બુટલેગર છે અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં દારૂની હેરાફેરી, મારામારી, અને પોલીસ પર હુમલો કરવાના ગુનાઓનો સમાવેશ થાય છે.

@ AMMAR BAKHAI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથમાં ઉના પંથકનો રીઢો બુટલેગર ઝડપાયો

આ પણ વાંચો: જૂનાગઢમાં કુખ્યાત બુટલેગરને પકડવા જતા પોલીસ ઇન્સ્પેક્ટર પર કરાયો હુમલો

આ પણ વાંચો: બુટલેગરોના ઘર પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા