Junagadh News/ જૂનાગઢમાં કુખ્યાત બુટલેગરને પકડવા જતા પોલીસ ઇન્સ્પેક્ટર પર કરાયો હુમલો

જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે.

Gujarat Top Stories Others Breaking News

Junagadh News: જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પર ગંભીર હુમલો કરવામાં આવ્યો છે. પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મમાં એક લગ્ન સમારંભમાં ફરાર આરોપી લખન મેરુ ચાવડાની ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમ પર લખન અને તેના 8 સાથીઓએ હુમલો કર્યો હતો.

રાત્રે 11 વાગ્યે, પોલીસ ટીમે હુણ પરિવારના લગ્નમાં હાજર રહેલા લખન મેરુને પકડવા માટે ખેતરને ચારે બાજુથી ઘેરી લીધું. જ્યારે પીઆઈ સાવજેએ લખન મેરુને સ્ટેજની પાછળથી પકડ્યો, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન લગ્નમાં હાજર લગભગ આઠ લોકોએ પોલીસ ટીમને ઘેરી લીધી અને લખનને છોડવાની માંગ કરી હતી.

આરોપીઓએ પીઆઈ સાવજ અને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી, તેમને ખૂબ માર માર્યો અને નીચે પછાડી દીધા. હુમલામાં પીઆઈ સાવજની જમણી આંગળીમાં ઈજા થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન લખન મેરુ અને તેના સાથીઓ ભાગી જવામાં સફળ રહ્યા.

તાલુકા પોલીસ સ્ટેશનમાં લખન મેરુ ચાવડા અને અન્ય 8 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો

આ પણ વાંચો:વિસાવદરમાં પૂર્વ ધારાસભ્યો વચ્ચેના વિવાદથી રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ