Ahmedabad News : રાજ્યમાં છેલ્લા અઢી મહિનામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવા માટે સરકારે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ સમયગાળા દરમિયાન કુલ 156 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 127 ધાર્મિક દબાણો જિલ્લા વહીવટી તંત્રની જગ્યા પર હતા, જ્યારે 29 દબાણો મહાનગરપાલિકા હસ્તકની જગ્યા પર હતા.સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ માહિતી આપી છે. કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે જ્યાં જરૂર જણાય ત્યાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે.
મળતી માહિતી અનુસાર, રાજ્યના જિલ્લાઓમાંથી 127 અને કોર્પોરેશન વિસ્તારમાંથી 29 એમ કુલ 156 ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે. તેમજ 14 ધાર્મિક સંસ્થાને રીલોકેટ કરવામાં આવ્યા છે. જાહેર માર્ગ, બગીચા અથવા અન્ય જાહેર જગ્યા ઉપર આવેલ ગેરકાયદે ધાર્મિક બાંધકામ હોય તેની સામે 458 નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે ધાર્મિક આગેવાનો સાથે સમજાવટના ભાગરૂપે 826 બેઠક કરવામાં આવી.
હાઇકોર્ટે અનઅધિકૃત ધાર્મિક દબાણો મામલે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. અને પોલીસ કમિશનર ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ કડક હાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જો જરૂર જણાય તો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા પણ હાઇકોર્ટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સરકારે ગેરકાયદેસર ધાર્મિક સ્થળો અને અન્ય દબાણોને દૂર કર્યા છે, અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો: દ્વારકા બાલાપર ગામમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું, ૧૨ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર….
આ પણ વાંચો: અંબાજી કોરિડોર: દબાણો દૂર કરવા 16 થી વધુ ટીમો દ્વારા ડિમોલેશન હાથ ધરાયું
આ પણ વાંચો: દ્વારકાના સાત ટાપુઓ પર 500થી વધુ દબાણો દૂરઃ ઓપરેશન ડિમોલિશન ખતમ
