Surat News : સુરત સરથાણાના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેમણે પાટીદાર યુવાનો મુદ્દે ટિપ્પણી કરી છે. આ વિડીયોમાં તેમણે પાટીદાર યુવાનો અને સમગ્ર પાટીદાર સમાજ વિશે કેટલાક ચોંકાવનારા નિવેદનો કર્યા છે.
મહિલા PSI ઉર્વિશા મેંદપરાએ પાટીદારોના એક કાર્યક્રમમાં પાટીદાર યુવકો પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “પીધેલા ઝડપાતા 15 યુવકો પૈકી 10 પાટીદાર યુવાનો હોય છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સાયબરના નોંધાતા કેસોમાં 50 ટકા કેસ પટેલ સમાજના હોય છે.” આ ઉપરાંત તેમણે પીધેલા ઝડપાયા બાદ યુવકો દ્વારા થતી ભલામણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “પીધેલા ઝડપાયા બાદ તેઓ અમને છોડી દેવાની ભલામણ કરે છે.” મહિલા PSIએ વધુમાં ઉમેર્યું હતું કે, “આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો તેમને ભાન થશે.”
Surat । પાટીદાર યુવાનો મુદ્દે મહિલા PSIનું નિવેદન |
લેટેસ્ટ સમાચાર માટે નીચેની લીંક ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaA2MDO1iUxbjpVBcI2A
નિવેદનથી ખળભળાટ
મહિલા PSIના આ નિવેદનથી પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પાટીદાર સમાજના લોકો આ નિવેદનને સમગ્ર સમાજનું અપમાન ગણાવી રહ્યા છે અને મહિલા PSI સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
પાટીદાર સમાજના આગેવાનોએ મહિલા PSIના નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેને વખોડી કાઢ્યું છે. “આવું નિવેદન કોઈપણ પોલીસ અધિકારીને શોભતું નથી.” તેને માંગ કરી છે કે, મહિલા PSI તાત્કાલિક માફી માંગે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે અને પાટીદાર સમાજ આ મુદ્દે આગળ શું પગલાં ભરે છે.
આ પણ વાંચો:જાણો વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ,લોકો શા માટે ઉજવાય છે આ દિવસ
આ પણ વાંચો:વિશ્વમાં આ 7 સ્થળો લવ લોક માટે ફેવરિટ ગણાય છે, પ્રોમિસ ડે પર વિતાવે છે અહીં સમય
આ પણ વાંચો:કેમ છોકરીઓને માસૂમ દેખાતું ટેડી ખૂબ પસંદ હોય છે? તેની પાછળનું કારણ શું છે?
