Canada News: ભારત સરકાર (Government of India) લાંબા સમયથી કહી રહી છે કે કેનેડા (Canada) સરકાર ભારતમાં (India)) ગુના કરીને ફરાર થઈ ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે. દરેક વખતે ટ્રુડો સરકારે તેનો ઇનકાર કર્યો હતો. પરંતુ, હવે કેનેડાની સરકારે ખુદ એ હકીકત સ્વીકારી લીધી છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપે છે. તેણે એ પણ સ્વીકાર્યું છે કે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત માટે મોટો ખતરો છે. આ બધું હોવા છતાં કેનેડાની સરકાર આ તત્વોને સતત આશ્રય આપી રહી છે.

માહિતી મુજબ કેનેડાના ફોરેન ઈન્ટરફેન્સ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જેમાં કહેવાયું છે કે ખાલિસ્તાન સમર્થકો કેનેડામાં આરામથી જીવી રહ્યા છે. 2021 અને 2024 ની વચ્ચે એટલે કે આ ત્રણ વર્ષમાં જ તેણે 1045 ‘શીખ આતંકવાદીઓને’ આશ્રય આપ્યો છે. વર્ષ 2022માં કેનેડાએ તેના દેશમાં સૌથી વધુ 428 ખાલિસ્તાનીઓને આશ્રય આપ્યો હતો. કેનેડાનું એમ પણ કહેવું છે કે આ ખાલિસ્તાની આતંકવાદીઓ ત્યાં શાંતિથી રહે છે.

ખાસ વાત એ છે કે કેનેડા જેમને ‘શીખ મિલિટન્ટ્સ’ કહી રહ્યું છે તે વાસ્તવમાં આતંકવાદી છે જેઓ ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપીને કેનેડા ભાગી ગયા છે. તેઓ ત્યાં ખૂબ જ આરામથી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ખાસ વાત એ છે કે કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને શીખ આતંકવાદી ગણાવે છે અને દાવો કરે છે કે તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે. કેનેડામાં ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી દીપક બોહરાને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેનેડા શાંતિપૂર્ણ રીતે રહેતા ખાલિસ્તાનીઓની વાત કરી શકે છે. પરંતુ તે એમ પણ માને છે કે કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતમાં આતંકવાદીઓને ફંડ આપીને વાતાવરણ બગાડવામાં વ્યસ્ત છે.
જો કે, કેનેડાએ સ્વીકાર્યું છે કે તેણે ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાયદાકીય આધાર પર દાવા કર્યા છે. આનો અર્થ એ છે કે ભારતે તેના માટે માન્ય દાવા કર્યા છે. મતલબ કે ભારતના આરોપો તથ્ય છે.

હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સંબંધો બગડ્યા હતા
નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા છે. ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ સપ્ટેમ્બર 2024 માં, જસ્ટિન ટ્રુડો G20 મીટિંગમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે આવ્યા અને પાછા આવ્યા પછી, તેમણે નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું. જ્યારે ભારત સરકાર પુરાવા માંગે છે ત્યારે ટ્રુડો કહે છે કે અમે પુરાવા નહીં આપીએ, પરંતુ અમારી પાસે પુરાવા છે કે નિજ્જરની હત્યા ભારત દ્વારા કરવામાં આવી હતી. બાદમાં ટ્રુડોએ પણ સ્વીકાર્યું કે તેમની પાસે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. પરંતુ, હજુ પણ કેનેડા ઝુકવા તૈયાર નથી.
આ પણ વાંચો:કેનેડા-મેક્સિકો-ચીને અમેરિકાને આંખ બતાવી, ટ્રમ્પના ટેરિફ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
આ પણ વાંચો:ભારત સાથેની ગરબડ કેનેડાના ટ્રુડોને ખૂબ મોંઘી પડી! PMની ખુરશી ગઈ, હવે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે
