Mehsana news/ મહેસાણાના મનપા બન્યા પહેલા કરાયેલ બાંધકામની અરજીઓનો નિકાલ

સતલાસણાની સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રેષ્ઠ શાળા  બની છે. તેમજ  કે.એમ. કોઠારી હાઇસ્કુલની પણ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે.

Top Stories Gujarat

Mehsana News: મહેસાણામાં મનપા બન્યા પહેલા કરાયેલ બાંધકામની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં તમામ અરજીઓને બાંધકામ પરવાનગી હવે ઓફ્લાઇન અપાશે. આપને જણાવી દઈએ  મોઢેરા રોડ પર મનપા દ્વારા વધુ 26 ગેરકાયદે દબાણો હતા જેને તોડી પડાયા છે.તેમજ  મનપામાં 10 ઇજનેર સહિત 50 કર્મીઓ પણ આઉટ સોર્સથી ભરાશે.એટલુજ નહીં કલેકટર બદલાતા મનપાના 20 કરોડના ગ્રાન્ટના કામો મંજૂરીમાં અટક્યા છે. આવી સ્થિતિમાં કચરો કરી ગંદકી કરનાર સામે હવે મનપાએ લાલઆંખ કરી છે. અને કંપનીને 32,000, હોસ્પિટલને 10,000 અને પાર્ટી પ્લોટને 2000નો દંડ કર્યો છે. 

આ સિવાય સતલાસણાની સીએન ઉચ્ચતર માધ્યમિક શાળા શ્રેષ્ઠ શાળા  બની છે. તેમજ  કે.એમ. કોઠારી હાઇસ્કુલની પણ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં 1.92 લાખ હેક્ટર સાથે રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. હવે વડનગરમાં પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં-5માં ત્રિપાંખિયો જંગ જામશે. અને  ઉંઝા કન્ટેનર રેલ ટર્મિનલ શરૂ થતા કૃષિ ઉત્પાદનો દેશભરમાં જશે.

મેટ્રોપોલિટન કોર્પોરેશનની રચના પહેલા નગરપાલિકા અને મર્જ થયેલા ગામો અને ઓજી વિસ્તારોની બાંધકામ પરવાનગી પર એક મહિનાથી વધુ સમય માટે વિરામ હતો. ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગે જેમની ડેવલપમેન્ટ પરમીશન અને ઇન્સ્પેક્શન ફી 1 જાન્યુઆરી પહેલા ભરી દીધી છે તેમને ઓફલાઇન પરવાનગી આપવાનું સૂચન કર્યું છે. એટલે કે 1 જાન્યુઆરી પહેલા બાકી બાંધકામ પરવાનગી મહેસાણા શહેર અને મર્જ થયેલા ગામોમાં ઉપલબ્ધ થશે. જો કે, મર્જ થયેલા 9 ગામો અને 5 OG વિસ્તારોમાં ઝોનિંગ લાગુ થયા પછી જ તે ઉપલબ્ધ થશે. હાલમાં પાલિકામાં 60 ફાઈલો પેન્ડીંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુટલેગરોના ઘર પર પોલીસ તંત્ર અને વીજ ટુકડીના સામુહિક દરોડા

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાશે, પોલીસ તંત્ર માટે અઠવાડિયું પડકારજનક

આ પણ વાંચો:સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પોલીસ તંત્ર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન