Jamnagar News/ દરેડ-મસીતીયા રોડ પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ, 22 વર્ષીય યુવાનનું મોત

જામનગરમાં પુરપાટ ઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે બાઈક સવારને હડફેટે લેતાં બાઇક સવારનું અંતરિયાળ મોત નીપજ્યું છે.

Gujarat Others

Jamnagar News : જામનગરના દરેડ મસિતીયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાનનો જીવ ગયો. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે એક બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક સવાર સુમરા યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જામનગર ના દરેડ-મસીતીયા રોડ પર ગત રાત્રીના સમયગાળામાં ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક રઝાક અબ્બાસભાઇ ખફી નામના 22 વર્ષીય સુમરા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો હતો.

આ બનાવની જાણ થતાં મસીતીયા ગામના અગ્રણીઓ, યુવાનો મોટી સંખ્યામાં બનાના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. પોલીસને અકસ્માતની જાણ થવાથી પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

@ સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ

આ પણ વાંચો: જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ

આ પણ વાંચો: મેગા ડિમોલિશનઃ 52 કરોડની કિંમતની 1.25 લાખ ફૂટ જગ્યા અને 10.5 હજાર ચોરસ મીટર ધાર્મિક સ્થળના દબાણો દૂર કરાયા