Not Set/ રાજ્યમાં આજે નોધાયા રેકોર્ડ બ્રેક 14097 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 14097  નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,81,737 ઉપર  છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોનાં મૃત્યુ થયા છે. 

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોનાઈ બીજી લહેર સતત તરખાટ મચાવી રહી છે. રાજ્યમાં રોજે રોજ કોરોના સંક્રમીતોની સંખ્યા વધી રહી છે. આજે પણ રાજ્યમાં કોરોનાએ ગુજરાત રાજ્યમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 14097  નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,81,737 ઉપર  છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોનાં મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 6479  છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 367972 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 107594 છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 92,99, 215 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 18, 71,782 વ્યક્તિઓનું બીજા ડોઝ નું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,11,70, 997 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે નોધાયેલા કેસની વિગતો