Mahesana News: મહેસાણા (Mahesana) કલેક્ટર (Collector) કચેરીને નનામી અરજી મળતા તંત્ર દોડતું થયું છે. કલેક્ટરને અજાણ્યા ઈસમ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા કલેક્ટર કચેરીએ હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહેસાણામાં આજે કલેક્ટર કચેરીએ દોડધામ જોવા મળી હતી. કલેક્ટરને પોસ્ટ દ્વારા એક નનામી અરજી મળી છે, જેમાં અજાણ્યા ઈસમે આત્મવિલોપનની ચીમકી આપી છે. કેમ આવું પગલું ભરવાનું વિચાર્યુ છે અને અજાણી વ્યક્તિ કોણ છે તે દિશામાં વધુ તપાસ માટે મહેસાણા પોલીસ (Mahesana Police) પણ સક્રિય થઈ ગઈ છે. આત્મવિલોપનની ચીમકીના પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે. હાલમાં, કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસની સાથે મહેસાણા ફાયર ટીમ પણ ગોઠવાઈ છે.
આ પણ વાંચો:મહેસાણાના મનપા બન્યા પહેલા કરાયેલ બાંધકામની અરજીઓનો નિકાલ
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશાબેન ઠાકોર મોટો ફટકો
