Gujarat Assembly Budget 2025/ માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹24705 કરોડની જોગવાઇ કરાઇ

કવોરીઓ જેવી કે સણવલ્‍લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા. નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹385 કરોડની જોગવાઇ.

Top Stories Gujarat

Gujarat Assembly Budget 2025 : વાહન વ્યવહાર રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5000 કરોડની જોગવાઇ. પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹2639 કરોડની જોગવાઇ. ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્‍વયે ₹159 કરોડના ખર્ચે કુલ 29 કામો પ્રગતિ હેઠળ. ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ₹937 કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 660 કિ.મી.ની કામગીરી માટે ₹600કરોડની જોગવાઇ. રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે ₹528 કરોડની જોગવાઇ. આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.

કવોરીઓ જેવી કે સણવલ્‍લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી–ઝરોલી, સેવાલીયા, ટીમ્બા. નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹385 કરોડની જોગવાઇ. હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે ₹300 કરોડની જોગવાઇ. રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ 16 રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે ₹285 કરોડની જોગવાઇ. ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન–નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે ₹278 કરોડની જોગવાઇ. નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે ₹200 કરોડની જોગવાઇ.

રાજ્યના બંદરોને જોડતા 28 હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે ₹187 કરોડની જોગવાઇ. રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે ₹180 કરોડની જોગવાઇ. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના 142 કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે ₹131 કરોડની જોગવાઇ. વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ₹123 કરોડની જોગવાઇ. ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના 180 ક્વાટર્સનાં કામ માટે ₹120 કરોડની જોગવાઇ. ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે ₹85 કરોડની જોગવાઇ.

અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે. આધુનિક ટેકનોલોજી ધરાવતી 1450 ડીલક્ષ અને 400 મીડી બસ એમ કુલ 1850 નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹766 કરોડની જોગવાઇ. મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ 200 નવી પ્રીમિયમ AC બસો અને 10 કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹360 કરોડની જોગવાઇ. નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹291 કરોડની જોગવાઇ. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹185 કરોડની જોગવાઇ. મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹13 કરોડની જોગવાઇ. નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી 11 હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે. બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે 598 મિલિયન મેટ્રિક ટન છે. તેને 2047 સુધીમાં 2000 મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે. નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹250 કરોડની જોગવાઇ. રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹100 કરોડની જોગવાઇ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવતી: નાણામંત્રી કનુ દેસાઈ

આ પણ વાંચો:જગતના તાત “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી,જાણો શું મળશે લાભ

આ પણ વાંચો:સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹6807 કરોડની જોગવાઇ