Surat News/ સુરત મનપાની 130 સિટી બસ બ્લેક લિસ્ટ કરાઈ

સુરતમાં સિટી બસને બ્લેક લિસ્ટ કરવા રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat) મહાનગરપાલિકાની સિટી બસ (City Bus) બ્લેક લિસ્ટ (Black list) કરાતા હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં. 130 સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

સુરત શહેરમાં કરોડોના ખર્ચે સિટી બસોની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી. જોકે, સમયસર તેમજ નોટિસ પાઠવવા છતાં મહાનગરપાલિકાએ વેરો ન ભરતાં સુરત RTOએ 130 સિટી બસને બ્લેક લિસ્ટ કરી છે. છેલ્લા 5 મહિનાનો ટેક્સ બાકી હોવાનો ઓડિટમાં ખુલાસો થયો છે. ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતમાં સિટી બસને બ્લેક લિસ્ટ કરવા રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે. કમિશનરના આદેશને પગલે સુરત RTOએ 130 સિટી બસને બ્લેક લિસ્ટ કરી છે. બ્લેક લિસ્ટ થયેલી બસોની હવે નામ ટ્રાન્સફરથી માંડીને ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાનમાં LPG ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 6ના મોત, 31 ઘાયલ

આ પણ વાંચો:ટ્રમ્પના હોટલની બહાર સાયબરટ્રકમાં વિસ્ફોટમાં થયું એકનું મોત, મસ્કે આતંકવાદી કૃત્ય હોવાની કરી આશંકા

આ પણ વાંચો:મહારાષ્ટ્રના ભંડારામાં ફેક્ટરીમાં વિસ્ફોટ; 8ના મોત, 5 થી 6 લોકો ઘાયલ