Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવા હવામાન વિભાગનું કહેવું છે. આગામી પાંચ દિવસ, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટને પગલે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વથી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.
ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનું તાપમાન સતત વધી રહ્યું છે. એવું લાગતું હતું કે જાણે રાજ્યમાંથી ઠંડી (Cold) ગઈ હોય. પરંતુ ગઈકાલે રાત્રે રાજ્યનું તાપમાન અચાનક ઘટી ગયું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યા બાદ ફરી ઠંડી ફરી વળી. હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. માર્ચની શરૂઆતમાં હવામાનમાં ફરી ફેરફાર થવાની ધારણા છે. રાજ્યમાં બેવડી ઋતુ રહેશે. આ સાથે, રાજ્યમાં હવે હવામાન ધીમે ધીમે ગરમ થવા લાગશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, 24 ફેબ્રુઆરીથી ગુજરાત વાદળછાયું રહેશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે. તે જ સમયે, 25 ફેબ્રુઆરીથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ભારત, ગુજરાત અને રાજસ્થાનમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે ગુજરાતમાં અમદાવાદમાં 19.0 ડિગ્રી, ડીસામાં 18.4, ગાંધીનગરમાં 17.4, વિદ્યાનગરમાં 20.5, વડોદરામાં 18.4, સુરતમાં 20.0, દમણમાં 18.0, ભુજમાં 19.0, નલિયામાં 16.4, કંડલા બંદરમાં 19.5, કંડલા એરપોર્ટમાં 17.8, ભાવનગરમાં 19.0, દ્વારકામાં 20.2, ઓખામાં 22.0, પોરબંદરમાં 15.5, રાજકોટમાં 19.0, કરદરમાં 21.4, દીવમાં 15.8, મહુવામાં 17.5 અને કેશોદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો:ઠંડી વિદાય તરફ, ગરમીનું થઈ રહ્યું છે આગમન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
