Amreli News: અમરેલી(Amreli)ના દરેડ ગામે 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થયાની ઘટના બનતાં અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામની તબિયતમાં સુધારો આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.
અમરેલીના દરેડ ગામે લગ્ન પ્રસંગ (Wedding Function) યોજાયો હતો. લગ્ન બાદ જમણવારમાં 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં થાબડી, બરફી, શરબત અને ભજીયા ખાધા બાદ અસર દેખાઈ હતી. અસરગ્રસ્ત 30થી 35 લોકોને સિવિલમાં ખસેડાયા હતા. જ્યારે અન્ય 25 લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની તબિયતમાં સુધાર આવતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
ઉનાળામાં ઝાડા, હીટ સ્ટ્રોક, ઉલટી, બેભાન થવું તેમજ ફૂડ પોઈઝનિંગ સામાન્ય છે. વાસ્તવમાં, જ્યારે ઉનાળામાં તાપમાન વધે છે, ત્યારે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો ઝડપથી વધે છે, જે ખોરાકને સરળતાથી ચેપ લગાડે છે. સૌથી મોટો ડર બહારના ખોરાકનો છે, જે આપણે ખૂબ ઉત્સાહથી ખાઈએ છીએ. આ સિવાય ખરાબ પાણી પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફૂડ પોઈઝનિંગ ઘણીવાર નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પરેશાન કરે છે.
ફૂડ પોઇઝનિંગના મોટાભાગના કેસોમાં ઇ. કોલી બેક્ટેરિયાનો ચેપ જોવા મળે છે. જેની સીધી અસર લોહી, કિડની અને નર્વસ સિસ્ટમ પર પડે છે. આ સિવાય સૅલ્મોનેલા, સ્ટેફાયલોકોસી અને ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિયમ જેવા કીટાણુઓ પણ ખોરાકને ચેપ લગાડે છે. ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિયમ દ્વારા થતા ચેપને સૌથી ખતરનાક માનવામાં આવે છે.
કેવી રીતે રક્ષણ કરવું
સ્વચ્છતાનું ધ્યાન રાખો
રાંધતા પહેલા અને પછી તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો. ખાવા માટે ઉપયોગમાં લેવાતા વાસણો, કટિંગ બોર્ડ અને અન્ય વસ્તુઓ સાફ રાખો.
ખોરાકને યોગ્ય રીતે રાંધો
કોઈપણ હાનિકારક બેક્ટેરિયાથી બચવા માટે માંસ, માછલી અને ઈંડાને સારી રીતે રાંધો. ખાસ કરીને ચિકન અને માંસને યોગ્ય તાપમાને રાંધો.
આ પણ વાંચો:રાજપીપળાના લગ્નપ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના
આ પણ વાંચો:દ્વારકામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 6 લોકો સારવાર હેઠળ
આ પણ વાંચો:સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
