Rajkot News : રાજકોટના માલિયાસણ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો , જેમાં ટ્રક અને રીક્ષા વચ્ચેની જોરદાર ટક્કરમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોના મૃતદેહ રીક્ષામાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કાર્યમાં લાગી ગયા હતા અને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ઘટનાસ્થળે 5 એમ્બ્યુલન્સ અને ક્રેઇન તાત્કાલિક પહોંચી ગયા હતા. ક્રેઇનની મદદથી રીક્ષાને ઉંચકીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ વાહનની અંદર ફસાયા હોવાની શક્યતા છે, જેના કારણે બચાવ કાર્યને વધુ ઝડપી બનાવવામાં આવ્યું હતું.
આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ માર્ગ સલામતીના પ્રશ્નોને ફરી એકવાર સામે લાવ્યા છે. સ્થાનિક લોકોએ સરકારને માર્ગોની સ્થિતિ સુધારવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું જરૂરી જણાય છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
