Surat News: સુરત(Surat)માં એક ચેસ કોચ (Chess Coach) પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લા ચેસ એસોસિએશન(Chess Coach Association)ના સભ્યોએ નવા ચેસ કોચને નિર્દયતાથી ઢોર માર માર્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઘાયલ કોચે 4 શખ્સો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચેસ કોચ પર હુમલા બાદ સુરત જિલ્લા ચેસ એસોસિએશન વિવાદમાં આવ્યું હતું. અભિક્રમ કોમ્પ્લેક્સમાં હેનીલ દેસાઈની એકેડેમી પર હુમલો થયો હતો. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, યુવાન દર્શિલ નાહટાં સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં કોચ તરીકે જોડાયો હતો. દર્શિલના કોચ તરીકે જોડાવાથી એસોસિએશનના કેટલાક સભ્યો નાખુશ હતા. અને એટલા માટે આ એસોસિએશનના સભ્યોએ દર્શિલને કોચ તરીકે દૂર કરવા માટે હેરાન કરવાનું શરૂ કર્યું. પોતાના નાપાક ઇરાદાઓને પૂર્ણ કરવા માટે, આ સભ્યોએ કોચ દર્શિલની ધરપકડ કરવા માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.

ચેસ કોચ એસોસિએશનના સભ્યોના ખરાબ વર્તનથી અજાણ હતા જેથી તેમણે ડિનર પાર્ટીનું આમંત્રણ સ્વીકાર્યું હતું. કોચ ડિનર માટે સ્થળ પર પહોંચ્યા, બાદમાં એસોસિએશનના 4 સભ્યો સમજાવી ફોસલાવીને તેને સુરતના અડાજણ ખાતે લઈ ગયા અને રૂમમાં ગોંધી રાખી 4 શખ્સોએ દર્શિલને ખરાબ રીતે માર માર્યો હતો. તેને ગુપ્તાંગ પર મારી, તેના કપડા કાઢી વીડિયો બનાવ્યો હતો. ઘાયલ દર્શિલે બાદમાં ચેસ એસોસિએશનના 4 સભ્યો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 4 શખ્સોનાં નામ હેનિલ દેસાઈ, ભાવિક જોશી, રાજન મોરકિયા અને નીરવ લાખાણી છે, પોલીસે તેમની વિરૂદ્ધ વધુ તપાસ આરંભી છે.
આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ
આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો
