Ahmedabad News/ પીરિયડ્સમાં મહિલાને વોશરૂમ જવાની ના પાડી, મામલો પહોંચ્યો પોલીસ મથકે

બીજી બાજુ હોટલ માલિકે ઘટના અંગે અલગ અલગ ખુલાસાઓ આપ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: થોડા દિવસો અગાઉ એક મહિલા યુનિવર્સિટી (University) પાસેથી પસાર થઈ રહી હતી. તે મહિલાને તેના માસિક ધર્મ (Periods) દરમિયાન વોશરૂમ જવું પડતું હતું. હોટેલ લુત્ફ નજીકમાં હતી, તેથી તે મહિલા ત્યાં ગઈ પરંતુ હોટેલ માલિકે તેને વોશરૂમનો ઉપયોગ કરવા દેવાની ના પાડી.

અમદાવાદ(Ahmedabad)માં મહિલા સાથે જે બન્યું તે માનવતા માટે શરમજનક છે. યુનિવર્સિટી વિસ્તારમાં મહિલાને તેના માસિક ધર્મ દરમિયાન વોશરૂમ જવું પડ્યું હતું પરંતુ હોટલ માલિકે તેને વોશરૂમ(Washroom)નો ઉપયોગ કરવા દેવાની ના પાડી દીધી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન (Police Station) પહોંચ્યો.

બીજી બાજુ હોટલ માલિકે ઘટના અંગે અલગ અલગ ખુલાસાઓ આપ્યા હતા. હોટલના માલિક હરપ્રભ સિંહે કહ્યું હતું કે, મહિલાને વોશરૂમનો ઉપયોગ કરવાની મનાઈ કરવામાં આવી ન હતી. તે દિવસે મહિલા એક યુવક સાથે આવી હતી. જ્યારે મહિલા અને યુવક પાછળથી પરવાનગી વગર અંદર પ્રવેશ્યા, ત્યારે તેમને રોકવામાં આવ્યા. સ્ટાફે મહિલાને વોશરૂમનો ઉપયોગ કરવા કહ્યું અને તેની સાથે આવેલો યુવક પણ વોશરૂમ જોવા ગયો પરંતુ તે ગંદુ જોઈને તે ત્યાંથી ચાલ્યો ગયો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે પોતાના કપડાં બદલવા માંગતી હતી પરંતુ જ્યારે મહિલા અને યુવક આવ્યા ત્યારે CCTV ફૂટેજમાં મહિલાએ કપડાં પહેર્યા નહોતા.

બીજા દિવસે મહિલા બીજા યુવક સાથે આવી અને હોટલમાં તેના પર હુમલો કર્યો અને ફરિયાદ નોંધાવવાની ધમકી આપી. હોટલના CCTV ફૂટેજમાં મહિલા અને અન્ય એક યુવક દેખાય છે. પોલીસ મહિલાના આરોપોની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:BJPના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને ભાજપ યુવા મોરચા પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:10મા ધોરણના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં બાળકને જન્મ આપ્યો, ઓડિશા પોલીસે કેસની તપાસ શરૂ કરી

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા