Banaskantha News/ અમીરગઢ હાઈ-વે પર બસ અને કારની ટક્કરમાં ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત

બનાસકાંઠાના અમીરગઢ હાઈ-વે પર આજે 27મી ફેબ્રુઆરીએ એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બસ અને કારની ટકકરમાં એકસાથે 5 વ્યકિતઓના મોત નીપજ્યા છે. અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News :  બનાસકાંઠાના અમીરગઢ પાસેના ખુણીયા ગામ નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન રાજ્ય પરિવહન નિગમની એક બસ અને એક બોલેરો કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવી દીધું હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકોમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 3 લોકોએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. અકસ્માતને લઈને અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં પણ એક દુઃખદ અકસ્માત થયો હતો. તાપી જિલ્લામાં ગોળ બનાવવાનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહેલા મજૂરોની પીકઅપ વાન હનવતચોંડ ગામના ઘાટ પરથી ઉતરતી વખતે ટાયર ફાટવાના કારણે પલટી ગઈ હતી. વાનમાં શોર્ટસર્કીટ થતાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય મજૂરોનો બચાવ થયો હતો. આ બંને ઘટનાઓએ ગુજરાતના માર્ગો પર સલામતીના પ્રશ્નોને ફરી એકવાર ઉજાગર કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ

આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો

આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ