Gandhinagar News: ગાંધીનગર વિધાનસભામાં (Assembly) સુરત (Surat) ટેક્સટાઈલ માર્કેટમાં આગ (Fire) મુદ્દે સુરત ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને ગૃહમાં અપીલ કરી છે.
સુરતમાં શિવ શક્તિ માર્કેટમાં 36 કલાકથી વધુ સમય સુધી ફેલાયેલી વિકરાળ આગ લાગી હતી, જેમાં 450થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું કાનાણીએ સરકારને જણાવ્યું હતું. તંત્ર અને ફાયર દ્વારા આગને કાબુમાં લેવા ખૂબ પ્રયાસ કરાયા છે. દુકાનો બળીને ખાખ થતા અનેક વેપારીઓ રોડ પર આવી ગયા છે. આ વેપારીઓનો સુરત અને રાજ્યના વિકાસમાં સિંહફાળો છે.

વેપારીઓ ફરી ઊભા થાય, રોજગાર શરૂ કરે તેવા પ્રયત્ન જરૂરી બની જાય છે. આ તમામ વેપારીઓ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. ઉપરાંત, આગ મામલે પણ સઘન તપાસ થવી જોઈએ, વેપારીઓને મદદ અંગે મેં CM સાથે વાત કરી છે તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું.
જેમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે લોકોમાં નુકસાનનો ડર જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભોંયરામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ વધુ પ્રસરી જતાં મેજર કોલ જારી કરવામાં આવ્યો હતો. ધુમાડાના અને ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ફાયર સિસ્ટમ (Fire System) હોવા છતાં કામ ન થતાં અનેક સવાલો ઉભા થયા હતા.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી
