Gandhinagar News : ગુજરાત ભૂતપૂર્વ વિધાનસભાના પૂર્વ સ્પીકર અને શિક્ષણ મંત્રી રમણલાલ વોરાનો વિવાદ સામે આવ્યો છે. રમણલાલ વોરાએ ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને ધમકી આપીને ગાળાગાળી કરી હતી. વોરાએ દેસાઈને કહ્યું હતું કે, ‘હું જ સરકાર છું, સરકાર કોર્ટમાં જતી નથી’ આમ કહીને ધમકી આપીને ગાળાગાળી કરાઈ હતી. વોરાના આ ધમકીથી વાતાવરણ ગરમાયું છે.
મળતી માહિતી અનસાર, વિધાનસભાના પૂર્વ સ્પીકર અને ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ એક વિવાદ સર્જયો છે. જેમાં તે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને ધમકી આપે છે. રમણલાલ વોરાએ પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસના પગલે ગુસ્સો કરીને ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે કરેલી ગાળાગાળી કરીને ધમકી આપી હતી. રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં કામ કરે છે. કોઈ કારણોસર લલિત પરમાર છેલ્લા 1 મહિનાથી નોકરી પર ગયો નથી, જેના કારણે નશાબંધી મંડળે લલિત પરમારને નોટિસ પાઠવીને કયા કારણોસર આવતા નથી તેનો ખુલાસો કરવા જણાવ્યું હતું. લલિત પરમારે નોટિસનો જવાબ આપવાના બદલે તેમના કાકા સસરા રમણલાલ વોરાને ફરિયાદ કરી હતી. તેથી વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાએ નશાબંધી મંડળના પ્રમુખની સાથે ગાળાગાળી કરીને ધમકી આપી હતી.
વધુમાં વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરાએ 27મી ફેબ્રુઆરીના મોડી સાંજે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને ફોન કરીને ગાળાગાળી કરીને અનેક આક્ષેપ કર્યા હતા. આ સિવાય તેઓ આ પ્રકારની નોટિસ કઈ રીતે આપી શકાય એવો સવાલ પણ કર્યો હતો. આ સંદર્ભ ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખે રમણલાલ વોરાને જવાબ આપ્યો હતો કે મંડળ દ્વારા અપાયેલી નોટિસ સામે તેઓને કોઈ વાંધો હોય તો કોર્ટમાં જઈ શકે છે, પણ નિયમ પ્રમાણે નોકરી પર ગેરહાજર રહેવા માટે કારણ આપવું જરૂરી છે. આ વાત સાંભળીને રમણલાલ વોરા ગુસ્સે થયા હતા અને જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી. વિવેક દેસાઈને તેમણે ધમકી પણ આપી કે, હું ધારું તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ. રમણલાલ વોરાએ એકદમ તુંડમિજાજી દેખાડીને કહી દીધું હતું કે, તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે અને હવે તું પતી ગયો.’ આ ધમકીથી વાતાવરણમાં ગરમાવટ આવી છે, હવે જોવાનું એ રહ્યુ મંત્રી પર કાર્યવાહી તંત્ર દ્વારા કરાશે કે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં વધતી ગરમી, દરિયાકાંઠે ભેજનું પ્રમાણ વધ્યું
આ પણ વાંચો: ગુજરાત માટે મહાશિવરાત્રિ પર IMD નું યલો એલર્ટ : તીવ્ર ગરમીની ચેતવણી
આ પણ વાંચો: દિલ્હી-યુપીમાં ગરમીનો પ્રકોપ, બિહારમાં વરસાદની ચેતવણી, જાણો હવામાન અપડેટ
