Panchmahal News/ ધો.10 ની બોર્ડની પરીક્ષામાં છબરડો : ગણિતના બદલે બેઝિક મેથ્સનું પેપર અપાતા વિદ્યાર્થીઓમાં નારાજગી

Panchmahal News : જે પેપરની પરીક્ષા આપવા ગયા હોવ અને બીજુ જ પેપર આપવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓની હાલત કેવી થાય. આવું જ કંઈક પંચમહાલના હાલોલમાં વી.એમ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં થતા હોબાળો મચી ગયો હતો. ધોરણ 10ના ગણિતના પેપરને બદલે વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર અપાયું હોવાનો આક્ષેપ કરાયો છે. પેપરના કોર્ડ પરથી વિધાર્થીઓને જાણ થઈ હતી […]

Top Stories Gujarat

Panchmahal News : જે પેપરની પરીક્ષા આપવા ગયા હોવ અને બીજુ જ પેપર આપવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓની હાલત કેવી થાય. આવું જ કંઈક પંચમહાલના હાલોલમાં વી.એમ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં થતા હોબાળો મચી ગયો હતો. ધોરણ 10ના ગણિતના પેપરને બદલે વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર અપાયું હોવાનો આક્ષેપ કરાયો છે. પેપરના કોર્ડ પરથી વિધાર્થીઓને જાણ થઈ હતી કે, પેપર અલગ છે. જો કે, આ સમગ્ર મામલે વિધાર્થીઓએ ખંડ નિરીક્ષકને પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

પરીક્ષા ખંડમાં કલાક પછી મુખ્ય નિરિક્ષકે પૂછતા વિધાર્થીઓની રજૂઆત બાદ પેપર બદલાયું હતું. પેપર બદલાયા બાદ વિધાર્થીઓને પૂરતો સમય ન મળતા નારાજ થયા હતા. વાલીઓ અને વિધાર્થીઓ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે, ‘અમને બેઝિક મેથ્સનું પેપર આપવામાં આવ્યું હતું. જે બાબતે અમે ખંડ નિરીક્ષકને પૂછ્યું પરંતુ તેમણે કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ 1 કલાક અને 10 મિનિટ બાદ મુખ્ય સુપરવિઝન આવ્યા ત્યારે અમે તેમને વાત કરતા તેમણે પેપર બદલાવી આપ્યું હતું. જેના કારણે અમારે પેપર લખવામાં સમય ખૂટ્યો હતો’

જિલ્લા શિક્ષણ અધિકારી કે એમ પટેલે જણાવ્યું કે, ‘શરતકુચના કારણે કેન્દ્ર દ્વારા એક બ્લોકમાં પેપેર આપવામાં ભૂલ થઈ હતી જો કે, ધ્યાને આવતા તરત પેપર બદલી દેવામાં આવ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યા મુજબ વિદ્યાર્થીઓને પુરતો સમય પણ આપવામાં આવ્યો હતો તેમ છતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પેપેરની ગાડી રોકી દેવામાં આવી હતી. જે પણ મેળવી લેવામાં આવી છે. સાથો સાથ વિદ્યાર્થીઓના આક્ષેપને લઈ પણ તપાસ કરવામાં આવશે’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ

આ પણ વાંચો:પીએમ મોદી પહોંચ્યા વસ્ત્રાલ, શ્રમ યોગી માન ધન યોજનાનો કરાવ્યો પ્રારંભ

આ પણ વાંચો:ખંભાળિયાનાં ભાજપનાં પૂર્વ MLA મેઘજીભાઇ કણઝારીયાનું કોવિડ હોસ્પિટલમાં નિધન