Anand News: આણંદ (Anand) જિલ્લાના કનેવાલ તળાવની (Kaneval Lake) અંદાજે રૂ. 79 કરોડના ખર્ચે ડિસિલ્ટીંગ અને રિમોકેલિગની કામગીરી કરવામાં આવશે તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે બજેટ સત્રમાં જણાવ્યું હતું. કેનવાલ તળાવ થકી 1987 ગામોને પીવાનું તેમજ 1436 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ પૂરૂં પાડવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આણંદ જિલ્લાના મહત્વના એવા કનેવાલ તળાવની રૂ. 79 કરોડની વધુના ખર્ચે ડિસિલ્ટીંગ અને રિમોકેલિગની કામગીરી કરવામાં આવશે.આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેનું કાર્ય આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અંદાજે 16 વર્ષ જૂનું આ તળાવ 525 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે તેમાં 17 થી 18 ટકા અને ડિસિલ્ટીંગ અને રિમોકેલિગની કામગીરી કરીને તેને મૂળ સ્થિતિમાં લાવવા રાજ્ય સરકાર આ કામગીરી કરી રહી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
![]()
મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કનેવાલ તળાવના માધ્યમથી આજુબાજુના 1987 જેટલા ગામોને પીવાનું પાણી તેમજ 1436 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સિવાય અમદાવાદ સહિત નવ શહેરોને પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. કેનવાલ તળાવ ડિસિલ્ટીંગ સાથે સાથે તેમાં પાળા મજબૂત બનાવવા, આજુબાજુ દિવાલ તૈયાર કરવી, ઉપરની બાજુ પેવર બ્લોક તેમજ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે.
મંત્રી પેટા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, પાણી પુરવઠા હેઠળ જૂથ પુરવઠા, ખંભાત નગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર પાઇપલાઇનના દ્વારા સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે. આ યોજના હેઠળ સિંચાઈ, પીવાનું પાણી અને મત્સ્યોદ્યોગ એમ ત્રણ પ્રકારે પાણી આપવામાં આવે છે.
મંત્રી કુંવરજીએ ખાસ ઉલ્લેખ કરતા ગૃહમાં જણાવ્યું હતું કે, અમારી રજૂઆત બાબતે પાણી પુરવઠા વિભાગના પૂર્વ મંત્રી નરોત્તમ પટેલે સૌ પ્રથમવાર આ યોજના અમલી બનાવીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના નાગરિકોના હિતમાં સૌરાષ્ટ્રને અને તેમાં પણ ખાસ કરીને મારા વિસ્તાર જસદણ સુધી પાણી પહોંચાડયું છે તે ખરેખર પ્રસંશનીય બાબત છે.
આ પણ વાંચો:ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે ગૃહમાં મેવાણીએ ઉઠાવ્યા પ્રશ્નો
આ પણ વાંચો:કમળાના કુલ 52 કેસ નોંધાયા, આરોગ્યની 18 ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી
આ પણ વાંચો:સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી
