Vadodara News: વડોદરા(Vadodara)માં ધોરણ 12માં ભણતા એક કિશોરે તણાવ(Stress)ના કારણે આત્મહત્યા (Suicide) કરતા પરિવારમાં શોક છવાયો છે. જીંદગી સામે લડી લેવાના બદલે જીવન ટૂંકાવતા વિદ્યાર્થીના માતાપિતા આઘાતમાં સરી પડ્યાં છે.
રાજ્યમાં બોર્ડની પરીક્ષા(Board Exams)ઓ ચાલી રહી છે. તે સમયે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ છે. નેતાઓ, વાલીઓ, શાળા સ્ટાફ વિદ્યાર્થીઓને તણાવથી દૂર રહેવા અને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરે છે. જોકે, કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાના દબાણથી ડૂબી જાય છે અને નકારાત્મક વિચારો સાથે કેટલાક ખોટા પગલાં ભરે છે.
આવી જ ઘટના વડોદરાના હરણી વિસ્તારમાં બની હતી. જેમાં 12મા ધોરણના વિદ્યાર્થીએ ફાંસી લગાવીને પોતાનું જીવન સમાપ્ત કર્યું. 12મા ધોરણના વિજ્ઞાનના વિદ્યાર્થી મોડી રાત સુધી અભ્યાસ કરતો હતો. જોકે, બાયોલોજીના પેપર પહેલા તેણે આત્મહત્યા કરી લીધી.
આત્મહત્યા કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પરીક્ષાના તણાવને કારણે વિદ્યાર્થીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. જોકે, હરણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના વિરનગરમાં કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મંથન શિયાળ નામના વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:જસદણમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો
