New Delhi News: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (73) ને રવિવારે સવારે AIIMS દિલ્હીના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે અને તેમને હવે ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિને મોડી રાત્રે અસ્વસ્થતા અને છાતીમાં દુખાવો થયો, ત્યારબાદ રવિવારે સવારે તેમને તાત્કાલિક એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે ધનખરની હાલત સ્થિર છે અને ડોક્ટરોની એક સમર્પિત ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહી છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે પી નડ્ડા ઉપરાષ્ટ્રપતિના સ્વાસ્થ્યની ખબર કાઢવા માટે એઇમ્સ પહોંચ્યા હતા. તેમના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી ટૂંક સમયમાં મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અમદાવાદ ખાતે 8 મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો:ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહોચ્યા અમદાવાદ એરપોર્ટ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે સ્વાગત
આ પણ વાંચો:પીએમ મોદી એ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે કરી વાત, મિમિક્રીના મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ
