Surat News/ સુરતમાં એકાઉન્ટન્ટ પરિણીતાનો આપઘાત : બેરોજગાર પતિના ત્રાસથી પગલું ભર્યાનો પિયર પક્ષનો આક્ષેપ

અન્ય એક બનાવમાં વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી 54 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો

Top Stories Gujarat Surat Breaking News

Surat News : સુરતમાં 30 વર્ષીય એકાઉન્ટન્ટ પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે.  આ બનાવની વિગત મુજબ સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેજિસ્ટ્રેટની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણીતાનું પીએમ કરાવવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે રાત્રે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી શિલ્પાબેન આપઘાત કર્યો હતો.શિલ્પાબેને રૂમનો દરવાજો બંધ કરી આપઘાત કરી લીધો હતો.

જેથી પરિવારને જાણ થતા દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ના ખુલતા ફાયરમાં જાણ કરી હતી. ફાયરના જવાનોએ દરવાજો તોડ્યો અને અંદર જોતા શિલ્પાબેન લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આપઘાતની જાણ પિયર પક્ષના લોકોને થતા તેઓ તાત્કાલિક અંકલેશ્વરથી સુરત પહોંચ્યા હતા. દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. પરિણીતાના મોતને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી પરિવારના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.આ અંગે મૃતક શિલ્પાબેનના ભાઈ રાહુલ પરમારે જણાવ્યું હતું કે, અમે અંકલેશ્વર રહીએ છીએ આજે સવારે અમને જાણ થઇ કે મારી બહેને આજે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

મારી બહેનને તેના સાસરી પક્ષના લોકો માનસિક રીતે ખૂબ જ હેરાન કરતા હતા. ત્રણ દિવસ પહેલા જ એમના સાસરીવાળા લોકો અમારે ઘરે આવ્યા હતા અને મારી બહેનને લઇ ગયા હતા. નાની-નાની બાબતોમાં મારી બહેનને હેરાન કરતા હતા અને માનસિક રીતે ટોર્ચર કરતા હતા. મારી બહેનનો પતિ કઈ કામકાજ કરતો ન હતો. મારી બહેન ત્રણ દિવસથી નોકરી ઉપર જતી હતી. સાસરીવાળાના ત્રાસના કારણે જ મારી બહેને આપઘાત કર્યો છે. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી જ મારી માગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયાના બીજા લગ્ન હતા અને આ લગ્નજીવનને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો. દક્ષેશભાઈના પણ આ બીજા લગ્ન હતા. પતી-પત્ની વચ્ચે ઝઘડા અને ગૃહ કંકાશના કારણે આપઘાત કર્યાનો પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મેજિસ્ટ્રેટ આવ્યા બાદ તેમની કામગીરી થયા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.ફાયર ઓફિસર કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, કોલ મળ્યો હતો કે દરવાજો લોક કરી દેવામાં આવ્યો છે અને ખૂલતો નથી. ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને દરવાજો તોડતા અંદર મહિલા પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકતી હાલતમાં મળી આવી હતી. મહિલાને નીચે ઉતારીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અન્ય એક બનાવમાં વેરાવળમાં વ્યાજખોરોના ત્રાસથી 54 વર્ષીય વ્યક્તિએ ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો. કોડીનારમાં રહેતા 54 વર્ષીય હિપાભાઈ કનાળાએ વ્યાજખોરોના ત્રાસથી વેરાવળમાં ઝેરી દવા પી આપઘાત કર્યો છે. મૃતકના ભાઈ ધીરુભાઈની ફરિયાદ પરથી ત્રણ વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, આરોપીઓને 39 લાખ સામે 90 લાખ ચૂકવ્યા છતાં આરોપીઓએ વધુ પૈસાની માંગણી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, હેલ્મેટ પહેર્યું છતાં જીવ ગયો!

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ