Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રાંત અધિકારીની ટીમે વધુ એક સપાટો બોલાવ્યો છે. જેમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ટીમની મોડી રાત્રે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચેકિંગ દરમિયાન ગેરકાયદે ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.
જેમાં ચોટીલા નજીકથી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર વહન કરતુ વાહન કબજે લેવામાં આવ્યું હતું. રિલાયન્સ કંપનીના 95 ગેસ સિલિન્ડર સહિત આઈશર ટ્રક કબજે કરવામાં આવી હતી. આ પ્રાંત અધિકારીઓની ટીમે અંદાજે રૂ. 10.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું સામે આવ્યું છે. ચાલકની પુછપરછમાં સિલિન્ડર સાયલા લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:અનાજ મેંદરડા ખાતે સંગ્રહ થાય તે પૂર્વે જ પુરવઠા વિભાગના દરોડા
આ પણ વાંચો:મહેસાણામાં પુરવઠા વિભાગે સરકારી અનાજનું કૌંભાડ ઝડપ્યું
આ પણ વાંચો:ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો
