Gujarat Weather/ ગુજરાતમાં રેડ એલર્ટ! તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, AMCએ હીટ એક્શન પ્લાન રજૂ કર્યો

રહેલી ભીષણ ગરમીને કારણે અમદાવાદ શહેર કોર્પોરેશને હીટ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.

Gujarat Top Stories Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં આ વર્ષે માર્ચ મહિનાથી જ ભીષણ ગરમી (Heatwave) શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે અમદાવાદ અને સુરત સહિત રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. આ શહેરમાં આજે તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. છેલ્લા બે દિવસથી, રાજ્યના મોટાભાગના કેન્દ્રોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 7 ડિગ્રી વધુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં પડી રહેલી ભીષણ ગરમીને કારણે અમદાવાદ શહેર કોર્પોરેશને હીટ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.

સોમવારે ભુજ શહેરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. IMDએઆજે 9 જિલ્લામાં હીટ રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આજે તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના મતે, આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તે પછી, મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓના તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે. ગુજરાતના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે, રાજ્યમાં સૌથી વધુ ભુજમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન,  ડીસામાં 39.1 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.8 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.0 ડિગ્રી, ભાવનગર 39.2 ડિગ્રી, દ્વારકામાં 33.6 ડિગ્રી, ઓખામાં 31.0 ડિગ્રી, પોરબંદરમાં 39.2 ડિગ્રી, વેરાવળમાં 36.9 ડિગ્રી, નલિયામાં 40.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી, મહુવામાં 40.4 ડિગ્રી, કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 41.7, કંડલામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Yellow alert for hot weather in force for Newham – Newham Council

હાલમાં રાજસ્થાનના ઉત્તરપશ્ચિમ ભાગમાં એક એન્ટિ-સાયક્લોનિક પરિભ્રમણ સક્રિય થયું છે. જેના કારણે તાપમાનમાં વધારો થયો છે. બીજી તરફ, એક પશ્ચિમી વિક્ષેપ પણ પસાર થઈ રહ્યો છે, જેના કારણે અમદાવાદ અને આસપાસના વિસ્તારોના ઉપરના વાતાવરણમાં છૂટાછવાયા વાદળો જોઈ શકાય છે. આના કારણે બફારા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. પરંતુ આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

હાલમાં રાજ્યની અંદર તાપમાન વધવાનું છે, જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા છે. માર્ચના બીજા અઠવાડિયાથી તાપમાન ઊંચું રહેશે. 2025 ના ઉનાળામાં ગરમીના મોજાનો આ પહેલો રાઉન્ડ છે. ભવિષ્યમાં આવા ઘણા ગરમીના મોજા આવશે. આ વર્ષે તાપમાન એકંદરે ઘણા રેકોર્ડ તોડી નાખે તેવી શક્યતા છે.

Heat Wave Alert in Nine States including Odisha - Interview Times

AMCનો હીટ એક્શન પ્લાન

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસની અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે.

લોકોને પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા તેના વિશે માહિતી આપવામાં આવશે.

બધા શહેરી આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર ORS કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રો પર પણ ORS ઉપલબ્ધ છે.

વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી 500 થી વધુ વોટર સ્ટેશન શરૂ કરવામાં આવશે. BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. AMTS-BRTS ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉનાળાની ઋતુ દરમિયાન ORS પેકેટનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ વિભાગને ORS પેકેટ પૂરા પાડવામાં આવશે. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી મહત્વપૂર્ણ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે.

ગરમી સંબંધિત બીમારીઓ અને હીટ સ્ટ્રોકના કેસોનો સામનો કરવા માટે AMC સંચાલિત જનરલ હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના બધા ઉદ્યાનો (બગીચા) રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

રેડ એલર્ટ દરમિયાન શહેરમાં ચાલી રહેલા તમામ બાંધકામ સ્થળો બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. કોર્પોરેશનની માલિકીની ઓન-ફિલ્ડ સાઇટ્સ પર પણ આ તકેદારી રાખવામાં આવશે. સવારે 11 થી 5 બધા ટ્રાફિક સિગ્નલ ખુલ્લા રખાશે. પાણીની પરબો બાંધવામાં આવશે. દિવસમાં 15 ગ્લાસથી વધુ પાણી પીવાનો આગ્રહ રાખવો.

Heatwave: Red alert in Delhi, maximum temp likely to hit 44°C | Onmanorama


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની આગાહી, આ પ્રદેશમાં 5 દિવસ યલો એલર્ટ

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ, આ જીલ્લાઓમાં હીટવેવની આગાહી

આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી, યલો એલર્ટ જાહેર