Gandhinagar News/ RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામા આવશે, 1 કે 2 દિવસમાં કરાશે નિર્ણય, ફોર્મ ભરવાના દિવસોનો કર્યો વધારો

શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસૂરિયાએ કહ્યું કે, RTE પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા, 1 કે 2 દિવસમાં લેવાશે નિર્ણય. ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં ચાર દિવસનો વધારો કરાયો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાત સરકાર રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારવાની વિચારણા કરી રહી છે. હાલમાં ગ્રામીણ વિસ્તારો માટે આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તારો માટે 1.50 લાખ રૂપિયા છે.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર આ મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવા અંગે વિચારણા કરી રહી છે. આ અંગેનો નિર્ણય આગામી એક-બે દિવસમાં લેવામાં આવી શકે છે. જો આવક મર્યાદા વધારવામાં આવશે, તો વાલીઓને નવા આવકના પ્રમાણપત્રો મેળવવા માટે 10 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે.

RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ, 2025 થી વધારીને 16 માર્ચ, 2025 કરવામાં આવી છે. વેબસાઈટ પર વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત વાલી એકતા મંડળે 7 મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને આવક મર્યાદા વધારવાની માંગણી કરી હતી. મંડળનું કહેવું છે કે 2009માં RTE કાયદો અમલમાં આવ્યો ત્યારથી મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં RTE માટે આવક મર્યાદા 2.50 લાખ રૂપિયા છે, તો ગુજરાતમાં પણ તે વધારવી જોઈએ.

શૈક્ષણિક વર્ષ 2025-26 માટે RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જિલ્લા કક્ષાએ ફોર્મની ચકાસણી અને પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  RTE કાયદો 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. આ માહિતી વાલીઓ માટે ઉપયોગી થશે જેઓ RTE હેઠળ તેમના બાળકોને પ્રવેશ અપાવવા માંગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી