Ahmedabad News : અમદાવાદ પોલીસની મદદ કરતા સાયબર એક્સપર્ટે જ પોલીસ સાથે વિશ્વાસઘાત કરી 41 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી. મણીનગર પોલીસે દેવેન્દ્ર પટેલ નામના સાયબર એક્સપર્ટની ધરપકડ કરી છે. દેવેન્દ્ર પટેલ ગાંધીનગરનો રહેવાસી છે અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં પોલીસને સાયબર ક્રાઈમમાં મદદ કરતો હતો.
ઝોન 6, LCB ને 30 ડિસેમ્બર 2024ના રોજ બાતમી મળી હતી કે શેખ અયાઝ નામનો યુવક બોમ્બે હોટલ પાસે કોલ સેન્ટર ચલાવે છે. પોલીસે દરોડો પાડી 2.41 લાખ રોકડા, 33 મોબાઈલ, લેપટોપ અને અન્ય સામાન જપ્ત કર્યો હતો. મોબાઈલની તપાસ માટે દેવેન્દ્ર પટેલની મદદ લેવામાં આવી હતી.
18 જાન્યુઆરી 2025ના રોજ શેખ અયાઝે પોલીસને જણાવ્યું કે તેના ફોનમાં 48,300 USDT (અંદાજે 41 લાખ રૂપિયા) હતા, જે ગાયબ થઈ ગયા છે. તપાસમાં જાણવા મળ્યું કે દેવેન્દ્ર પટેલે આ રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
પોલીસે દેવેન્દ્ર પટેલની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેના ફોનમાંથી પણ પુરાવા મેળવ્યા હતા. દેવેન્દ્ર પટેલે 41 લાખમાંથી 30 લાખ શેરબજારમાં રોક્યા હતા, જ્યારે બાકીના પૈસા ખર્ચ કરી નાખ્યા હતા. પોલીસે દેવેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
