Sabarkantha News/ સાબરકાંઠામાં માનસિક રીતે અસ્થિર યુવકને ઢોર માર મરાયો, આરોપીઓની ધરપકડ

સાબરકાંઠામાં વધુ એકવાર માનવતા નેવે મૂકાઈ છે. માનસિક રીતે અસ્થિર યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. હિંમતનગરના આગીયોલ ગામે ચકચારજનક ઘટના બની છે. માનસિક રીતે અસ્થિર યુવકના હાથપગ બાંધીને તેના પર લાકડીઓ વરસાવવામાં આવી છે.

Gujarat Others Breaking News

Sabarkantha News: સાબરકાંઠામાં વધુ એકવાર માનવતા નેવે મૂકાઈ છે. માનસિક રીતે અસ્થિર યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે. હિંમતનગરના આગીયોલ ગામે ચકચારજનક ઘટના બની છે. માનસિક રીતે અસ્થિર યુવકના હાથપગ બાંધીને તેના પર લાકડીઓ વરસાવવામાં આવી છે.

એક મહિલા અને પુરુષ દ્વારા તેને અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. આ માર મારનારાઓને જોઈને એમજ લાગે કે તેઓએ જાણે માનવતા નેવે મૂકી દીધી છે. માર ખાનારો ભલે માનસિક રીતે અસ્થિર હોય પણ તેને આ રીતે મરાય ખરો. માનસિક રીતે અસ્થિર યુવકને માર મારવામાં પુરુષ તો હતો પણ તેની સાથે મહિલા પણ જોડાયેલી હતી.

માનસિક રીતે અસ્થિર યુવકને ઢોર મારવામાં આવ્યા પછી મંદિરમાં લઈ જઈ પૂરી દેવાયો હતો. માનસિક રીતે અસ્થિર યુવકને માર મારનારાઓએ આક્ષેપ કર્યો હતો કે તેના ઊંચા અવાજના કારણે તેઓને હેરાનગતિ થતી હતી. આશ્ચર્યની વાત છે. કોઈનો અવાજ ઊંચો હોય તો તેને આ રીતે મરાય ખરો.

ગાંભોઈ પોલીસે પુરુષ અને મહિલા આરોપી સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. આ તપાસના સંદર્ભમાં તેઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેઓની સામે આ રીતે કોઈ ત્રાહિત વ્યક્તિને માર મારવાના કેસમાં આકરી સજા થઈ શકે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ ઇડરના જાદરમાં યુવકને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ ભિલોડા હાઇવે પર લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. આમ એક જ સપ્તાહની અંદર માર મારવાની ત્રીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા/ જીલ્લા કલેક્ટર સી.જે. પટેલનો કોરોના સામે લડતા લડતા આવ્યો કોરોના પોઝિટિવ

આ પણ વાંચો: સાબરકાંઠા/ લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપથી મગફળી – મકાઈનાં પાકમાં વ્યાપક નુકસાની

આ પણ વાંચો: સાબરકાંઠા / વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલની અટકાયત કેમ કરવામાં આવી..?