Chhattisgarh News/ છત્તીસગઢના ટેકરીઓ યુદ્ધના મેદાનમાં ફેરવાયા, 2,000 સૈનિકોએ માઓવાદીઓને સેફ હાઉસમાં ઘેર્યા!

આ જ વિસ્તારમાં એક મોટા સુરક્ષા ઓપરેશનમાં 31 માઓવાદી (Maoists)ઓ માર્યા ગયા હતા અને મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.

Top Stories NATIONAL India Breaking News
બસ્તરના IG સુંદરરાજ પી.એ માઓવાદી (Maoist)ઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરી છે.

Chhattisgarh News: છત્તીસગઢમાં પગ પેસારો કરેલ માઓવાદી (Maoists)ને જળમૂળમાંથી હટાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. 31 માર્ચ, 2026 ના રોજ માઓવાદી હિંસાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સમયમર્યાદા પહેલા, સુરક્ષા દળોએ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પરના કરરેગુટ્ટા ટેકરીઓમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. છત્તીસગઢના સુકમા, દાંતેવાડા અને બીજાપુર જિલ્લાના લગભગ 2,000 સૈનિકોએ ટેકરીઓને સંપૂર્ણપણે ઘેરી લીધી છે.

સુરક્ષા એજન્સીનો મુખ્ય લક્ષ્ય 

સુરક્ષા એજન્સીઓનું લક્ષ્ય માઓવાદી (Maoists)ઓના વધેલા નેટવર્ક અને તેમના છેલ્લા સેફ હાઉસને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે.

ગુપ્તચર માહિતી મુજબ, 100થી વધુ  માઓવાદી (Maoists)ની હાજરી

ગુપ્તચર માહિતીથી કરરેગુટ્ટા વિસ્તારમાં કેશા અને પાપારાવ સહિત 100 થી વધુ માઓવાદીની હાજરીનો ખુલાસો થયો છે. આ માહિતીના આધારે, ટેકરીઓને વ્યૂહાત્મક રીતે ઘેરી લેવામાં આવી છે, અને શોધ અને કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.

 

સુરક્ષા એજન્સીઓનું લક્ષ્ય માઓવાદી (Maoists)ઓના વધેલા નેટવર્ક અને તેમના છેલ્લા સેફ હાઉસને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે.

નજર રાખવા ડ્રોન સહિત રિયલ ટાઈમ મોનિટરિંગ ચાલુ 

ડ્રોન સર્વેલન્સ, આધુનિક સંદેશાવ્યવહાર સાધનો અને રીઅલ-ટાઇમ મોનિટરિંગ દ્વારા દરેક પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વખતે, કરેગુટ્ટા ટેકરીની તળેટીમાં હાલના કાયમી સુરક્ષા શિબિરને કારણે લોજિસ્ટિક્સ, મેડિકલ અને ઇમરજન્સી સપોર્ટ વ્યવસ્થા વધુ મજબૂત હોવાનું કહેવાય છે.

અગાઉ થયેલ ઓપરેશનમાં વિસ્ફોટકો મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે 2025 માં, આ જ વિસ્તારમાં એક મોટા સુરક્ષા ઓપરેશનમાં 31 માઓવાદી (Maoists)ઓ માર્યા ગયા હતા અને મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. સુરક્ષા અધિકારીઓ માને છે કે વર્તમાન ઓપરેશન માઓવાદીઓની બાકી રહેલી તાકાતને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે.

માઓવાદી (Maoist)હટાવો અંગે અમિત શાહનું નિવેદન

ગૃહમંત્રી શાહે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. તાજેતરમાં બસ્તરની મુલાકાત લેનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સક્રિય માઓવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. ત્યારથી, રાજ્યની સરહદે આવેલા ટેકરીઓ અને જંગલોમાં કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે. બસ્તરના IG સુંદરરાજ પી.એ માઓવાદી (Maoist)ઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની અપીલ કરી છે.

સુરક્ષા દળો આ અગ્રણી માઓવાદી (Maoists)ઓને નિશાન બન્યા 

1. ગણપતિ (એમ. લક્ષ્મણ રાવ), સલાહકાર, કેન્દ્રીય સમિતિ

2. દેવજી (થિપ્પરી તિરુપતિ), ઈન્ચાર્જ, સેન્ટ્રલ મિલિટરી કમિટી, CRB સભ્ય

3. મિશિર બેસરા (ભાસ્કર), ઈન્ચાર્જ, ERB (ઈસ્ટર્ન રિજનલ બ્યુરો), ઝારખંડ

4. અનલ દા ઉર્ફે તુફાન (સચિવ, બિહાર-ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટી; સારંડા જંગલ વિસ્તારમાં સક્રિય)

5. સબ્યસાચી ગોસ્વામી ઉર્ફે અજય દા (સચિવ, બંગાળ-આસામ એરિયા કમિટી)

 


આ પણ વાંચો:છત્તીસગઢમાં લાખોના ઇનામી ખતરનાક 37 માઓવાદીઓનું આત્મસમર્પણ

આ પણ વાંચો:ગઢચિરોલીમાં છત્તીસગઢ સરહદ પરના જંગલમાં પોલીસે 12 માઓવાદીઓને કર્યા ઠાર, 1 જવાન ઘાયલ

આ પણ વાંચો:માઓવાદીઓ સામે ઝારખંડ પોલીસને મોટી સફળતા,રોકેટ લોન્ચર, ગન અને IED બોમ્બ મળી આવ્યા