religious conversion/ ગુજરાતમાં થાય છે ધર્મ પરિવર્તનઃ મોરારીબાપુનો ચકચારભર્યો દાવો

ગુજરાતના જ નહીં ભારતના અગ્રણી કથાકારોમાં સ્થાન પામતા જાણીતા કથાકાર મોરારીબાપુએ ચકચારભર્યો દાવો કર્યો છે કે ગુજરાતમાં હજી પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે

Trending Mantavya Vishesh

ગુજરાતના જ નહીં ભારતના અગ્રણી કથાકારોમાં સ્થાન પામતા જાણીતા કથાકાર મોરારીબાપુએ ચકચારભર્યો દાવો કર્યો છે કે ગુજરાતમાં હજી પણ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે….આ ધર્મ પરિવર્તન લોભ અને લાલચ દ્વારા કરાવવામાં આવે છે…. લોકોને અને તેમા પણ ખાસ કરીને આદિવાસીઓને મફત શિક્ષણની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે…. મોરારી બાપુએ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામે ચાલતી કથામાં કરેલા આ દાવાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે….

મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી જ શબ્દો ચોર્યા વગર જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં કેટલાક તત્વો દ્વારા ધર્મ પરિવર્તનનો આ કારસો ઘડવામાં આવી રહ્યો છે…… તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તનનો આખો ખેલ મફત શિક્ષણના નામે ચાલે છે…. વટાળ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ધર્મગુરુઓ આદિવાસીઓને મફત શિક્ષણ પૂરુ પાડીને ધર્મપરિવર્તન કરાવે છે.,. બાળકોને સેલવાસ અને દમણની શાળાઓમાં પણ લઈ જવામાં આવે છે….તેની સાથે-સાથે સરકારી શાળાઓની ખરાબ સ્થિતિ અંગે પણ મોરારી બાપુએ સરકારને ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે  સરકારી શાળાઓની સ્થિતિ સારી હોત તો આ સ્થિતિ આવી જ ન હોત…..

મોરારી બાપુએ આમ પણ તેમના ધારદાર વ્યંગ માટે જાણીતા છે…. તેમણે આ વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અને ભાજપ પ્રમુખની હાજરીમાં જણાવી હતી…. તેના કારણે તેમના આખા નિવેદને ગુજરાતમાં રીતસરનો ધરતીકંપ સર્જયો છે….

મોરારીબાપુની આ વાતે ગુજરાત સરકારને રીતસરની ઊંઘતી ઝડપી છે….ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવૃત્તિઓનો વ્યાપ આટલા મોટાપાયે ચાલે છે કે છેક મોરારીબાપુ સુધી વાત પહોંચી, પરંતુ ગુજરાત સરકાર હજી આ મોરચે રીતસર અંધારામાં છે…. વાસ્તવમાં શું ખરેખર આવું છે. મોરારીબાપુ જેવા કથાકાર સુધી પહોંચી જતી વાત ગુજરાત સરકારના તંત્રની બહાર કેમ રહી ગઈ તે પણ મોટો સવાલ છે….

મોરારીબાપુએ આ વાત એક પ્રધાનની અને તે પણ ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં કહેવી પડે તે એ વાતનો પુરાવો છે કે આ વાત કેટલી ગંભીર છે…. આવું ન હોય તો કથાકાર વ્યક્તિ આ પ્રકારની બાબતમાં શું કામ પડે. તે ફક્ત કથા કરીને જતો રહે એટલે કામ પૂરુ. આ બતાવે છે કે ગુજરાત સરકાર અને તેની કામગીરીઓ મહદ અંશે શહેરો સુધી જ સીમિત છે…. ગ્રામીણ વિસ્તારોની તંત્રને સુધ નથી અને તેની નોંધ પણ તે લેતા નથી….

બસ તેમની આ જ નિષ્કાળજી અને બેદરકારીનો ફાયદો આ વટાળ પ્રવૃત્તિવાળા ઉઠાવે છે…. સરકારી તંત્રની નબળાઈનો ભોગ ઉઠાવીને આ વટાળ પ્રવૃત્તિવાળા ભોળા આદિવાસીઓ સમક્ષ તેમની દયાની અને કરુણાની જાળ પાથરીને ફસાવે છે…આ આદિવાસીઓ પછી તેમા એવી રીતે ફસાય છે કે તેમના માટે તેમાથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે….

આદિવાસીઓ પાસે નાણાકીય સંસાધનોનો અભાવ હોય છે… તેમની વાતો અને રજૂઆતોમાં કે તમને સામર્થ્યવાન બનાવવામાં કે શિક્ષિત કરવામાં કોઈને ખાસ રસ હોતો નથી…. વળી તે છૂટાછવાયા હોય છે અને તેના કારણે તેમનો કોઈ રાજકીય પ્રભાવ પણ ઊભો થતો નથી, એક રીતે તંત્રએ તેમને સાવ વિસારે પાડી દીધેલા હોય તેવી તેમની સ્થિતિ છે…. આદિવાસી જીવે કે મરે તેને લઈને તંત્ર સાવ બેપરવા બની ગયું છે….

આનો સીધો ફાયદો આ વટાળ પ્રવૃત્તિ કરનારાઓને મળ્યો છે…. મોરારી બાપુએ હર્ષ સંઘવીને કહેવું પડ્યું કે તમારા ઉદ્યોગપતિઓને કહો કે આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી શાળાઓ શરૂ કરે…. સરકારી શાળાઓ ભણવા લાયક જ રહી નથી…

આના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ  વિચારમાં પડી ગયા હતા અને તેમણે તે જ મંચ પરથી જણાવ્યું હતું કે વટાળ પ્રવ્રૃત્તિ કરનારાઓને છોડવામાં આવશે નહીં….આદિવાસી ભાઈબહેનોને ફોસલાવીને કામ કરનારાઓની સામે કાયદો કાયદાનું કામ કરશે…. બાપુએ ત્યાં સુધી ટકોર કરી દીધી હતી કે ક્યાંક તમે મોડાં પડી ગયા હોય તેવું ન લાગે, તેથી બને તેટલી ત્વરાથી કામ કરો….

મોરારી બાપુની આ વાત ફક્ત ગુજરાત જ નહીં દેશમાં ચાલતી વટાળ પ્રવૃત્તિની ગંભીરતા તરફ ધ્યાન દોરે છે…. પ્રકૃતિપૂજક આદિવાસીઓને વટાળ પ્રવૃત્તિનો હિસ્સો બનાવવામાં આવી રહ્યા છે…. આ આખી પ્રવૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડિંગ મળી રહ્યું છે….બીજી બાજુએ તંત્ર રીતસરનું નિંદ્રામાં છે…. તેણે લોકોને અને તેમા પણ ખાસ કરીને આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા છે…. તેમના શિક્ષણની કોઈ સુધ લેવાતી નથી. સરકારો તેમની પાસેની જમીન પણ વિવિધ યોજનાઓના નામે અપૂરતુ વળતર આપીને છીનવી લે છે….

આ રીતે સરકારી દગાખોરીનો ભોગ બનેલા આદિવાસીઓ પછી નક્સલવાદનો રસ્તો પકડે છે, પણ હાલમાં તો સ્થિર સરકારના લીધે નકસલવાદ આખરી તબક્કામાં છે…. આ સંજોગોમાં હવે વટાળ પ્રવૃત્તિ કરનારાઓ આદિવાસીઓને તેમને લપેટવામાં પડ્યા છે. સરકારે આદિવાસીઓને ત્યજી દીધા છે, તેમના માટે ભંડોળોને બધુ ફાળવવામાં આવતુ હોવા છતાં પણ ભ્રષ્ટાચારના કારણે તેમના સુધી પહોંચતુ નથી…. તેનો લાભ હવે વટાળ પ્રવૃત્તિઓવાળા લે છે….તેમને સારામાં સારું શિક્ષણ મફતમાં આપે છે. તેમના આહારની વ્યવસ્થા કરે છે…. તેમને દવાઓ સહિત તબીબી સહાય પૂરી પાડે છે. આના પગલે તેઓ વટાળ પ્રવૃત્તિનો ભોગ બની જાય છે. મોરારી બાપુની વાત ફક્ત વાત નથી, પણ ગુજરાતના ભવિષ્ય માટેની ચેતવણી છે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાર્ટ એટેક અંગે મોરારી બાપુએ કહ્યું, તાળીઓ પાડવાથી નસ નહી થાય બંધ!

આ પણ વાંચો: બ્રિટિશ PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથા સાંભળી,વડાપ્રધાન નહીં પણ એક હિન્દુ તરીકે આવ્યો છું!

આ પણ વાંચો: મોરારી બાપુએ વર્તમાન રાજકિય પરિસ્થિતિ અંગે કરી આ મોટી વાત,જાણો