Ahmedabad News: અમદાવાદમાં વટવા ખાતે બુલેટ ટ્રેન(Bullet Train) ના કામકાજ વખતે મોટી દુર્ઘટના થઈ છે. હાલમાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોર પર 508 કિલોમીટર લાંબા બુલેટ ટ્રેનના રુટ પર ચાલતા કામકાજમાં અમદાવાદમાં વટવા ખાતે એક મહાકાય ક્રેન ખાબકી હતી. તેના પગલે અફડાતફડી મચી ગઈ હતી. ચારેય બાજુ ધૂળના ગોટા ઉડ્યા હતા. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આ ક્રેન તૂટી પડતા હવે કઈ રીતે તેને પૂર્વવત્ કરવી તે મોટો સવાલ છે. કોઈ વસ્તુ પડી જાય તો તેને ક્રેનથી ખસેડાય છે, પરંતુ આવી મહાકાય ક્રેન જ્યારે પડે તેને ફરીથી યથાવત્ કઈ રીતે ગોઠવવી તે મોટો સવાલ છે. આટલી મોટી ક્રેનનું સંચાલન રમત વાત નથી. તેમા આવી અક્ષમ્ય બેદરકારી કઈ રીતે ચાલે,
આ પણ વાંચો: ક્યાં સુધી પહોંચ્યું છે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ: જુઓ Video
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ
