MANTAVYA Vishesh/ રેગિંગ દુષ્પ્રવૃત્તિઃ સુપ્રીમ કોર્ટ ત્રાટકી, બે વર્ષમાં 51નાં મોત

આ તો છેલ્લા ચાર મહિના દરમિયાન ગુજરાતમાં બનેલા અને જાહેરમાં આવેલા રેગિંગના બનાવોની વાત થઈ….આ બાબતોને લઈને જબરદસ્ત હોબાળો થતાં આ ઘટના જાહેરમાં આવી અને તેને લઈને પછી તંત્રએ પગલાં લેવા પડ્યા.

Mantavya Vishesh

ગુજરાતમાં ગયા વર્ષે નવેમ્બરમાં દિવાળી સમયે પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગ(Ragging) ની ઘટનામાં માલવણના આશાસ્પદ યુવાન અનિલ પટેલનું મોત નીપજ્યું હતું…. આશ્ચર્યની વાત એ છે તે તેની રેગિંગ કરનાર મુખ્ય આરોપી તેના જ સમાજનો અને ગુજકોમાસોલના (Gujcomasol) ડાયરેક્ટરનો પુત્ર હતો…. વ્યાપક આક્રોશના પગલે પોલીસે આ કેસમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી….

આ બનાવના પડઘા પણ શમ્યા ન હતા ત્યાં જાન્યુઆરીમાં ભાવનગર (Bhavnagar) ની સરકારી મેડિકલ કોલેજ (Government Medical College) માં 8 સીનિયર ડોક્ટરોએ ત્રણ જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઈ હતી…. આ ઘટનામાં જુનિયરનું અપહરણ કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપનારા સીનિયરોને કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા… તેમને મેડિકલમાંથી જ કાયમ માટે ફારેગ કરી દેવાયા હતા…. તેની સાથે તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી….

આ ઘટના પછી માંડ-માંડ શાંતિ સ્થપાઈ હતી ત્યારે ફેબ્રુઆરીમાં સુરતની જાણીતી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ (SVNIT) પ્રકાશમાં આવી હતી….તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, તેમા સીનિયરો જુનિયર વિદ્યાર્થીઓને માર મારતા હતા….જુનિયર વિદ્યાર્થી કોઈ ગુનેગાર હોય તેમ તેને પિલ્લર પર બાંધીને માર મારવામાં આવતો હતો…. આ બનાવના પગલે SVNITના ચેરમેનને ધૃતરાષ્ટ્રની ઉપમા આપવામાં આવી હતી, જે ગુનેગારો સામે કાર્યવાહી કરવાના બદલે ઘટના પર ઢાંકપીછોડો કરવામાં લાગી ગયા હતા….

આના પછી રાજકોટની જ સ્કૂલ ઓફ સાયન્સ (School Of Science) માં રેગિંગની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો…. બારમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને તેના સહપાઠીઓએ રેગિંગના નામે ક્રૂરતાથી ફટકાર્યો હતો…. તેને એટલી ગંભીર ઇજા થઈ કે તેનો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો….આના પગલે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને રેગિંગને લઈને અનેક સવાલો સર્જાયા છે….

આ તો છેલ્લા ચાર મહિના દરમિયાન ગુજરાતમાં બનેલા અને જાહેરમાં આવેલા રેગિંગના બનાવોની વાત થઈ….આ બાબતોને લઈને જબરદસ્ત હોબાળો થતાં આ ઘટના જાહેરમાં આવી અને તેને લઈને પછી તંત્રએ પગલાં લેવા પડ્યા…. પણ રેગિંગની એવી કેટલીય ઘટનાઓ છે જે જાહેર થતી જ નથી. તેને લઈને કોઈ સવાલ થતાં નથી….કદાચ કોઈ કોલેજ અને તેમા પણ ખાસ કરીને મેડિકલ કોલેજ બાકી નહીં હોય જ્યાં આવી ઘટના બની ન હોય….

હવે જો કોઈ એમ જ માનતું હોય કે આ પ્રકારની ઘટના ગુજરાત પૂરતી જ સીમિત છે તો તે ભૂલે છે… આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરનો છે…. ફેબ્રુઆરીમાં કેરળમાં (Keral) જ બનેલી એક રેગિંગની ઘટનામાં તિરુવનન્તપુરમની સરકારી કોલેજના સાત સીનિયર સ્ટુડન્ટ્સે પાણીમાં તેમનું થૂંક નાખીને તેવું પાણી જુનિયર વિદ્યાર્થીને પીવાની ફરજ પાડી હતી…. તેના પછી તેને લાકડીઓ અને બેલ્ટ વડે ફટકાર્યો હતો….

કેરળની આવી જ અન્ય ઘટનામાં સીનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને કપડા ઉતારીને નગ્ન કર્યા હતા અને પછી તેમના પ્રાઇવેટ પાર્ટ પર ડમ્બલ્સ બાંધ્યા હતા…. તેઓને સળંગ ત્રણ મહિના સુધી માર માર્યો…. સીનિયરોએ જુનિયરોને સતત માનસિક અને શારીરિક યાતના આપી…. આના પગલે હવે તેઓની સામે પોલીસે કાયદેસરના પગલાં ભરવાની ફરજ પડી છે….

આ ઉપરાંત રાજસ્થાનમાં કોટા (Kota) માં પણ વિદ્યાર્થીએ રેગિંગના લીધે આત્મહત્યા કરવાની ફરજ પડવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ વાતની સુધ ત્યાંની કોર્ટે પણ લેવાની ફરજ પડે છે….

આ બધી ઘટનાઓ તે વાતનો પુરાવો છે કે કોલેજમાં નવા આવતા વિદ્યાર્થીઓની ફિરકી ઉતારવાના સ્વરૂપે શરૂ થયેલી નિર્દોષ મસ્તીમજાક આજે રેગિંગના સ્વરૂપમાં કુખ્યાત બની ગઈ છે…. આજે રેગિંગમાં વિદ્યાર્થીઓ સાથે આચરવામાં આવતા ક્રૂરતા એટલી હદ સુધી વધી ગઈ છે કે નવા વિદ્યાર્થીઓ તેના ત્રાસથી મૃત્યુને ભેટે છે અથવા તો રેગિંગના કારણે મૃત્યુ પામે છે….

આજે રેગિંગની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે છેલ્લા બે વર્ષમાં તેના લીધે 51ના મોત થયા છે અને સુપ્રીમ કોર્ટે તેની નોંધ લેવી પડી છે અને તેના માટે ખાસ ટાસ્ક ફોર્સ નીમી છે…. આ ટાસ્કફોર્સ હવે કોલેજની રેગિંગની ઘટનાઓ પર ચાંપતી નજર રાખશે…. સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે કે રેગિંગની ઘટના મુખ્યત્વે દેશની વિવિધ પ્રકારની મેડિકલ કોલેજોમાં જ બને છે….

આ બતાવે છે કે રાજ્યની શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના સ્વરૂપમાં એક નિર્દોષ મજાક આજે શિક્ષણ સંસ્થાઓમાં ભણતા ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા તત્વોના હાથમાં પહોંચી ગઈ છે….પરપીડનવૃત્તિ જેવી ગુનેગાર માનસિકતા ધરાવતા તત્વોના પગલે હવે રેગિંગ સામે સુપ્રીમ કોર્ટે પોતે ધોકો પછાડવો પડ્યો છે…. રેગિંગને ડામવામાં શિક્ષણ સંસ્થાઓને અને રાજ્ય સરકારોની નિષ્ફળતા જોઈને છેવટે સુપ્રીમ કોર્ટે પોતે ટાસ્ક ફોર્સ રચવી પડી છે….

સુપ્રીમ કોર્ટે રચેલી ટાસ્ક ફોર્સ (Task Force) હવે કોલેજોનું સતત મોનિટરિંગ કરશે અને રેગિંગ કરનારા વિદ્યાર્થીની હવે પીડિત કરતાં પણ બદતર સ્થિતિ થાય તેની તૈયારી કરી દીધી છે…. રેગિંગ કરનાર ગમે તેવો સિનિયર હશે પણ હવે તેને કાયમ માટે ગુનેગાર ગણવામાં આવશે….. આ વિદ્યાર્થીઓને કદી ક્યારેય પાસપોર્ટ નહીં આપવામાં આવે…. તેઓને ક્યારેય કોઈ સરકારી નોકરીમાં લેવામાં નહીં આવે…આ ગુનેગારે નિયમિત રીતે અસામાજિક તત્વની જેમ નિયમિત રીતે પોલીસ સ્ટેશને જઈ હાજરી આપવી પડશે…. તેમના જીવનનો મોટો હિસ્સો જેલમાં જ પસાર થાય તે પ્રકારની આકરી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે….

સુપ્રીમ કોર્ટ સ્પષ્ટપણે માને છે કે રેગિંગ કરનાર ભારતીય બંધારણનો ભંગ કરે છે અને આ રીતે બંધારણનો ભંગ કરનારાને જે સજા થતી હોય તે રીતે સજા કરવામાં આવશે…. સુપ્રીમ કોર્ટની સક્રિયતાના પગલે જાગેલી રાજ્ય સરકારો આગામી દિવસોમાં આ રેગિંગ કરનારાઓના ઘર પર પણ બુલડોઝર ફેરવશે તો આશ્ચર્ય ન થવું જોઈએ…. ટૂંકમાં શિક્ષણ સંસ્થાઓમાં બાપના રૂપિયાના જોરે તાગડધિન્ના કરીને દાદાગીરી કરતાં લુખ્ખા તત્વોના મોઢામાંથી ફીણ પાડવાનો કારસો રચાઈ ગયો છે….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’