MANTAVYA Vishesh/ દેશમાં દર 20 મિનિટે થાય છે એક રેપ

ભારતમાં રેપ (Rape) ) અંગેના કાયદાઓ (Law) બદલાયા, પરંતુ સ્થિતિ યથાવત્ રહી છે…. કાયદાઓના લીધે બળાત્કારની સંખ્યામાં ઘટાડો થશે તેવું કશું જ થયું નથી….આજે પણ ભારતમાં દર કલાકે ત્રણ મહિલા બળાત્કારનો ભોગ બને છે…આનો સીધો અર્થ એમ થાય કે દર 20 મિનિટે એક મહિલા પર બળાત્કાર થાય છે….

Breaking News

ભારતમાં રેપ (Rape) ) અંગેના કાયદાઓ (Law) બદલાયા, પરંતુ સ્થિતિ યથાવત્ રહી છે…. કાયદાઓના લીધે બળાત્કારની સંખ્યામાં ઘટાડો થશે તેવું કશું જ થયું નથી….આજે પણ ભારતમાં દર કલાકે ત્રણ મહિલા બળાત્કારનો ભોગ બને છે…આનો સીધો અર્થ એમ થાય કે દર 20 મિનિટે એક મહિલા પર બળાત્કાર થાય છે….

રેપના દૈનિક ધોરણે 86 કેસ નોંધાયા છે…. દેશમાં રેપના 100 આરોપીઓમાંથી ફક્ત 27ને જ સજા થાય છે…. સૌથી આશ્ચર્યજનક વાત એ હોય છે કે રેપના 96 ટકા કેસમાં મહિલા પર કોઈ અજાણ્યાએ નહીં પણ જાણીતાએ જ રેપ કર્યો હોય છે….આ બાબત બતાવે છે કે રેપના આટલા કાયદા છતાં પણ રેપિસ્ટોને થતી સજાનો દર ઘણો ઓછો છે…તેના લીધે તેઓને મોકળું મેદાન મળ્યું છે…. નબળા તંત્રએ જાણે રેપિસ્ટોને એક ઓથ પૂરી પાડી છે….

રેપના કિસ્સામાં વર્ષોના વર્ષો સુધી ચાલતી કાયદાકીય કાર્યવાહી (Legal Procedure) રેપિસ્ટો (Rapist) માટે જાણે એક ઢાલ બની ગઈ છે….કેન્દ્ર સરકારની જ એજન્સી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડા દર્શાવે છે કે ભારતમાં વર્ષ દરમિયાન મહિલાઓ પર કરવામાં અત્યાચારના ચાર લાખથી પણ વધુ કેસ નોંધાય છે…. આ વાત ફક્ત નોંધાયેલા કેસોની જ છે, ન નોંધાયેલા કેસોનો તો અહીં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી…. આ નોંધાયેલા કેસોમાં ફક્ત બળાત્કાર જ નહીં છેડતી, દહેજ હત્યા, માનવ તસ્કરી, અપહરણ અને એસિડ હુમલા જેવા અપરાધ સામેલ છે….

મહિલાઓ સામેના ગુનાનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કેમકે બળાત્કારના કેટલાક કેસોએ તો દેશને હચમચાવી દીધો છે…. તેમા કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા રેપ અને પછી તેની થયેલી હત્યાના કેસે સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવ્યો હતો….કોલકાતાના આ રેપ પ્રકરણે 2012ના નિર્ભયા કેસની યાદને તાજા કરી દીધી હતી… તેની સામે ફક્ત કોલકાતામાં જ નહીં સમગ્ર દેશમાં પ્રદર્શન થયા છે…. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેને આકરી સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે….

નિર્ભયા કાંડ (Nirbhaya Rape) પછી રેપ અંગેના કાયદાને વધુ આકરો બનાવ્યો હતો…. રેપની પરિભાષા જ બદલી દેવામાં આવી હતી, જેથી મહિલાઓ સામે થતાં ગુનામાં ઘટાડો કરી શકાય….પહેલા બળજબરી કે અસંમતિથી થયેલા સંબંધોને જ રેપના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવતા હતા…. 2013માં આ કાયદામાં સંશોધન કરીને તેના કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો….

ફક્ત એટલું જ નહીં જુવેનાઈલ કાયદામાં (Juvenile Act) પણ સંશોધન કરવામાં આવ્યું…. આ કાયદા મુજબ 18થી નીચેના એટલે કે 16 વર્ષની વ્યક્તિ કે સગીર જઘન્ય અપરાધ કરે તો તેની સામે પુખ્ત ગુનેગાર સાથે કરવામાં આવે છે તેવો જ વ્યવહાર કરવામાં આવશે…. આ સંશોધન થવાનું કારણ એટલું જ હતું કે નિર્ભયા કેસના છ દોષિતોમાં એક સગીર (Minor) હતો અને તેને ત્રણ વર્ષ પછી છોડી દેવાયો હતો. તેને લઈને ભારે વિરોધ ફૂંકાયો હતો. તેના પગલે આ નિયમ લાવવામાં આવ્યો છે….

આ ઉપરાંત રેપને લઈને જો પીડિતા (Victim) મોતને ભેટે અથવા તો કાયમ માટે કોમામાં જાય તો તેના પરિણામે દોષિતોને ફાંસીની સજા (Punishment) પણ થઈ શકે છે…. સરકાર આટલા આકરા નિયમ લાવી હોવા છતાં પણ રેપના મોરચે સ્થિતિ સુધરી નથી….

2012 પહેલા રેપના દર વર્ષે સરેરાશ 25 હજાર કેસ બનતા હતા…. જ્યારે 2013 પછી તેની સરેરાશ વર્ષે 30 હજાર થઈ ગઈ. 2013માં જ 33 હજારથી વધુ કેસ થયા હતા અને 2016માં તો આ આંકડો 39 હજારની નજીક પહોંચી ગયો હતો….

મહિલાઓ સામે થતાં ગુનાના (Crime Against Woman) આંકડા ડરામણા છે…. આ જોઈને એમ જ લાગે કે કોઈ પોતાની છોકરી કે બહેનને ઘરની બહાર જ ન મોકલે…. 2012માં મહિલાઓ સામેના લગભગ 2.44 લાખ કેસ નોંધાયા હતા…. જ્યારે 2022માં આ જ આંકડો 4.45 લાખ પર પહોંચી ગયો હતો…. આનો સીધો અર્થ એમ થાય કે દરરોજે મહિલાઓ સાથે ક્રાઇમના 1,200 જેટલા બનાવ બને છે….

આના પગલે-પગલે રેપના કિસ્સામાં પણ વધારો થયો છે….NCRBના રિપોર્ટ મુજબ 2012માં રેપના 24 હજાર 923 મામલા નોંધાયા હતા…. એટલે કે રોજના રેપના કેસની સંખ્યાની સરેરાશ 68 હતી. 2022માં આ આંકડાની સંખ્યા વધીને 31 હજાર 516 થઈ….આનો સીધો અર્થ રોજના 86 રેપ કેસ થયા….હવે આ આંકડો પ્રતિ દિન સોને પણ વટાવી જાય તો આશ્ચર્ય ન થવું જોઈએ…. આનો સીધો અર્થ એમ થાય કે દર કલાકે 3 અને દર 20 મિનિટે એક મહિલા રેપનો ભોગ બને છે…

રેપના મોટાભાગના કેસોમાં જોવા મળ્યું છે કે જે આરોપી (Accused) હોય છે તે પીડિતની ઓળખાણવાળો જ હોય છે…. 2022માં રેપના 31 હજાર 516 કેસ નોંધાયા હતા તેમાથી 30,514 કેસમાં આરોપી પીડિતની ઓળખવાળો જ હતો…. તેમા 2,234 કેસમાં તો આરોપી એવા હતા જે પીડિતાના કુટુંબના જ સભ્ય હતા…. જ્યારે 14,582 કેસમાં તો ઓનલાઇન ફ્રેન્ડ, લિવ-ઇન પાર્ટનર કે લગ્નનું ખોટું વચન આપનાર આરોપી હતો….

આ ઉપરાંત 13,548 કેસ એવા હતા જેમાં આરોપી કોઈ કૌટુંબિક દોસ્ત, પડોશી કે ઓળખાણવાળો હતો…. 2022ના અંતે દેશની બધી કોર્ટોમાં રેપના લગભગ બે લાખ મામલા પેન્ડિંગ હતા…. 2022માં લગભગ 18 હજાર કેસમાં જ ટ્રાયલ પૂરો થયો હતો…. આ ઉપરાંત જે મામલામાં ટ્રાયલ પૂરો થયો તેમા લગભગ પાંચ હજાર કેસમાં જ દોષિતોને સજા ફટકારવામાં આવી હતી.જ્યારે  12 હજારથી વધારે કેસમાં તો આરોપીને છોડી દેવાયા હતા….

ભારતની તુલનાએ બ્રિટનમાં રેપિસ્ટોને સજા આપવાની ટકાવારી 60 ટકા તો કેનેડામાં 40 ટકા છે…. ભારતીય ન્યાયાધીશો રેપના આરોપીઓને સજા આપતા ખચકાય છે, પૂરતા પુરાવા ન આપે તો તેને રીતસર નિર્દોષ છોડી દે છે…. રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ છતાં છેલ્લા 25 વર્ષમાં માંડ પાંચ જણાને ફાંસી થઈ છે…. 2004માં ધનંજય ચેટરજીને 1990ના રેપ કેસમાં ફાંસી અપાઈ હતી…. જ્યારે માર્ચ 2020માં નિર્ભયાના ચાર દોષિતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને તિહારમાં ફાંસી અપાઈ હતી…. આ બતાવે છે કે રેપની ઘટનાને પણ આપણા ન્યાયતંત્રના ન્યાયાધીશો જોઈએ તેવી ગંભીરતાથી લેતા નથી. તેમા પણ ખાસ કરીને સ્ત્રીને સ્ત્રીને જીવિત વ્યક્તિ નહીં પણ ભૌતિક સંપત્તિ સમજવાની માનસિકતા જવાબદાર હોવાનું માનસશાસ્ત્રીઓ માને છે. આ માનસિકતા જ બદલાશે નહીં ત્યાં સુધી આકરી સજા છતાં રેપ અટકવાના નથી. અમેરિકા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રેગિંગ દુષ્પ્રવૃત્તિઃ સુપ્રીમ કોર્ટ ત્રાટકી, બે વર્ષમાં 51નાં મોત

આ પણ વાંચો: મોરબીમાં મહિલાનું ચકચાર મચાવતું જમીન કૌભાંડ

આ પણ વાંચો: મહેન્દ્ર શાહે રૂ. 10,000 કરોડના બ્લેકના વ્હાઇટ કર્યા?