Surat News: સુરત (Surat)માં બમરોલી રોડ (Bamroli Road) પર ગઈકાલ રાત્રે અકસ્માત (Accident) સર્જાયો હતો. કાર ચાલકે બાઇક ચલાવી રહેલા એક પરિવારને ટક્કર મારીને ભાગી જતાં અકસ્માત (Accident)માં પતિ, પત્ની અને બાળકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં લોકોએ કાર ચાલકનો અડધો કિલોમીટર સુધી પીછો કરી પાઠ ભણાવ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

સુરત શહેરમાં બમરોલી રોડ બેફામ કાર (Car) દોડાવતા એક પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. માહિતી મુજબ એક વેગનઆર કાર ચાલકે બાઇક સવાર દંપતી અને તેમના બાળકને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય લોકો રસ્તા પર પડી ગયા અને ઘાયલ (Injured) થયા હતા. બાળક ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત પછી કાર ચાલક ત્યાં ઊભા રહેવાને બદલે પૂરપાટ ઝડપે કાર લઈને ભાગી ગયો. સ્થળ પર હાજર લોકોએ તરત જ તેનો પીછો કરી અલથાણ VIP રોડ પરથી તેને પકડી પોલીસને સોંપી દીધો હતો.
પાંડેસરા પોલીસ (Pandesara Police) સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી આરોપીને પાંડેસરા પોલીસને સોંપવામાં આવ્યો છે. હવે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં, આરોપી નશામાં હતો કે નહીં તે તપાસવા માટે તબીબી તપાસ પણ કરવામાં આવી છે.

સુરતમાં તાજેતરમાં આઉટર રિંગ રોડ (Outer Ring Road) પર લસ્કાના વાલક અબ્રામા બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર કૂદીને રસ્તાની સામે બાજુ પહોંચી ગયો હતો. કાર ચાલકે વિરુદ્ધ દિશામાંથી આવતા કુલ પાંચ વાહનોને એક પછી એક ટક્કર મારી અને 6 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. તેમજ રસ્તામાં આવતા વાહનો પણ ચકનાચૂર થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં લસ્કાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટના બાદ લોકો પણ ભેગા થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર યુવાનો હતા. આમાંથી, પાછળ બેઠેલા એક યુવાનને લોકોએ પકડી લીધો અને પોલીસને સોંપી દીધો, જ્યારે ડ્રાઈવર અને બીજો યુવાન ભાગી ગયા.
આ પણ વાંચો:સુરતમાં આજે અકસ્માતોની બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ, 5 યુવકના કમકમાટીભર્યા મોત
આ પણ વાંચો:ડમ્પર અને ખાનગી બસ વચ્ચે થયો અકસ્માત,એક મુસાફરનું મોત નીપજયું અન્ય ઘાયલ
આ પણ વાંચો:સુરતમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે આવતી રિક્ષાવાળાનો અકસ્માત, CCTV વાયરલ
