Jamnagar News/ જામનગરમાં યુવાનને બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ અવયવોનું કરાયું અંગદાન

બાદમાં અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat

Jamnagar News: ખંભાળિયા (Khambhaliya) ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગત 18મી તારીખે રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટિયાઓ કે જેઓએ રસ્તે ચાલીને જઈ રહેલા પર પ્રાંતિય શ્રમિક યુવાનને હડફેટમાં લઈ લીધા હતા અને ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત (Injured) હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ (G.G. Hospital)માં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેઓ બ્રેઈનડેડ (Braindead) જાહેર થયા હતા અને તેના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.

જેથી જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો તેમજ અમદાવાદ (Ahmedabad)થી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમ વગેરે દ્વારા શ્રમિક યુવાનનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અવયવોને એકત્ર કરી લેવામાં આવ્યા છે અને સ્પેશિયલ કોરિડોર (Special Corridor) બનાવી ચાર્ટર ફ્લાઈટથી અમદાવાદ લઈ જવાની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે .

આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના સમસ્તિપુરના વતની મહેશકુમાર જીગુસા શાહુ પોતાના પુત્ર મનીષ, હાલ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરે છે, તેને ત્યાં પોતે પણ કામે રહેવા માટે બિહારથી 18મી માર્ચના દિવસે જામનગર આવ્યા હતા, ત્યારબાદ તેઓ અન્ય બે મિત્રો સાથે જોગવડ ગામના પાટીયા પાસે ઉતર્યા હતા અને રસ્તો ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન રસ્તામાં બે ખુટિયાઓ ઝગડી રહ્યા હતા, અને એકાએક ધસી આવી ઉમેશકુમારને હડફેટમાં લઈ લેતાં તેઓ ફંગોળાયા હતા અને માથાના ભાગે ગંભીર ઇજા થવા તેઓનું માથું ફાટી ગયું હતું અને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર દરમિયાન ગત મંગળવારે તેઓને બ્રેઈનડેડ (Braindead) જાહેર કરાયા હતા. જોકે તેના અવયવો કામ કરી રહ્યાં હતા. દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ વંદનાબેન ત્રિવેદી તથા અન્ય તબીબોની ટુકડીએ ઉમેશ કુમારના પુત્ર મનીષ અને મનીષા માતા ઇન્દુ દેવી ઉપરાંત કાકા દલુશા વગેરેને બોલાવી લીધા હતા અને ઉમેશકુમાર પોતે બ્રેનડેડ થયા છે, પરંતુ તેના અંગ ચાલુ છે. જે અંગોનું દાન કરવાથી અન્ય વ્યક્તિઓને નવું નવજીવન આપી શકાશે.

જેમાં સહમતી દર્શાવતી પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી અને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગર ના જીજી હોસ્પિટલના તબીબી અધિક ડો. નંદીની દેસાઈ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો અને અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમે સમગ્ર પ્રક્રિયા હાથ ધરી જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બાદમાં અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

@સાગર સંઘાણી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 328 કિડની દાનમાં મળી, 181 મુ અંગદાન ગુપ્તદાન રૂપે થયું

આ પણ વાંચો:પત્ની બ્રેઇનડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો, 4 જરુરિયાતમંદોને મળશે નવજીવન

આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં અંગદાન બાદ સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી