Ahmedabad News : નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટુ વ્હિલર ગાડીની ડેકી તોડીને અંદરથી પર્સ, મોબાઈલ અને ATM કાર્ડ ચોરી બાદમાં ATM માંથી પૈસા ઉપાડી લેતા શખ્સની નિરોલ પોલીસે ધરપકડ કરી છે.આ બનાવમાં નિકોલ પોલીસે જમાલપુરમાં કાછીયા શેરી મોટી પોળમાં આરઝુ એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ નૌફિલ નુરમોહંમદ મુંડવાવાલીની ધરપકડ કરી હતી.
તેની પાસેથી પોલીસે ચોરીનો રૂ.8,000 ની કિંમતનો મોબાઈલ, એટીએમમાંથી ઉપાડેલા રૂ.10,000 રોકડા, ગુનામાં ઉપયોગમાં લીધેલું એનિએટર સ્કૂટર વહગેરે મળીને રૂ.58,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ સાથે પોલીસે બે વણઉકેલ્યા ગુના શોધી કાઢ્યા હતા.
અગાઉ તેની સામે ગાયકવાડ હવેલી, વાડજ, વસ્ત્રાપુર, સાબરમતી રિવરફ્રન્ટ, રામોલ, સોલા હાઈકોર્ટ, નિકોલમાં કુલ 8 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: જન્મ મરણના સર્ટિફિકેટ મેળવવા થયા મોંઘા, રાજ્ય સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય
