Gandhinagar News/ ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ મામલે ઋષિકેશ પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા

તમામ મૃતકોના મૃતદેહને ડીસા સિવિલ ખાતે લવાયા હતા

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે શ્રમિકોના મોત ખુબજ દુ:ખદ વાત હોવાનું કહ્યું હતું. બીજીતરફ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા હતા. ડીસા GIDC ફટાકડા ગોડાઉનમાં જ્યાં આ ઘટના બની ત્યા 22થી 23 લોકો ફેકટરીમાં હતા તેવી માહિતી સામે આવી છે. જેમાં 18 લોકોના મોત, 4 લોકો સારવાર હેઠળ છે. તે સિવાય રીન્યુ વખતે તપાસ દરમિયાન વિસ્ફોટક હાજર ન હતો. ત્યારબાદ ફેક્ટરી માલિકે વિસ્ફોટક મૂક્યાનું સામે આવ્યું.

આ દુર્ઘટના સંદર્ભે બે લોકોની ધરપકડ થયાની માહિતી સામે આવી છે. ઉપરાંત કલેકટર કચેરીએ રીન્યુ માટે અરજી કરી હતી. જેમાં 31 ડીસેમ્બર 2024એ લાયસન્સ એક્સપાયર થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે દસ્તાવેજ અને સેફ્ટીના અભાવે લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. પરંતુ લાલચમાં આવી લાયસન્સ વગર કામ ચાલુ રાખ્યું હતું.

બીજીતરફ તમામ મૃતકોના મૃતદેહને ડીસા સિવિલ ખાતે લવાયા હતા. દરમિયાન વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તમામ પ્રકારની કામગીરી ઝડપી કરવા તંત્રને સૂચના આપી હતી. તેમણે દુર્ઘટના મામલે મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ

આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?

આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી