Ahmedabad News/ અમદાવાદમાં રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરાયું

કોંગ્રેસે તમામ નેતાઓનો સંપર્ક કર્યો છે અને ફ્લાઇટ કે ટ્રેન દ્વારા તેમના આગમન સમય વિશે માહિતી મેળવી છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદ (Ahmedabad)માં યોજાનાર રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન (AICC)માં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતાઓ (Congress leaders) આજથી જ અમદાવાદ (Ahmedabad)માં ધામા નાખ્યા છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર, કે.સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહેલ સહિતના CWC સભ્યો અમદાવાદ પહોંચી ગયા છે, જ્યાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું છે.

કોંગ્રેસનાં નેતા શક્તિ સિંહે આજે કહ્યું કે, CWCની બેઠક ગુજરાતની ધરતી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની ભૂમિ પર થઈ રહી છે. 64 વર્ષ પછી અધિવેશન યોજાશે. કોંગ્રેસ સત્તા માટે નહીં સેવા માટે કામ કરશે.

અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનને લઇ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. આજે ગુજરાતની પાવન ધરા પર નવી શરૂઆત થશે. એક નવા સંકલ્પ સાથે કોંગ્રેસ બેઠક થવા જઈ રહી છે. દેશના લોકોના આર્થિક, સામાજિક અને વિકાસ માટે બેઠક યોજાશે. આજે પ્રથમ દિવસે જુદા જુદા કાર્યક્રમો થશે, આવતીકાલે સવારે 9થી 5 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનું નેતૃત્વ રાજ્યના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. અત્યારની સંપ્રત પરિસ્થિતિ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાશે અને અંતે સંકલ્પ પત્ર સાથે અમારો કાર્યક્રમ પૂરો થશે.

બે દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપવા આવનારા 1800થી વધુ પ્રતિનિધિઓ માટે હોટેલ રહેવાની અને પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલ સવારે 10.30 વાગ્યે કે.સી. વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર સાંજે 6 વાગ્યે અમદાવાદ પહોંચશે અને અશોક ગેહલોત, જયરામ રમેશ અને મોટાભાગના CWC (Congress Working Committee) સભ્યો રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. બધાના રોકાણ માટે 35 હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા છે.

આશ્રમ રોડ પર આવેલી હયાત હોટેલમાં 35 હોટલમાંથી 150 રૂમ બુક થઈ ગયા છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત CWC સભ્યો રહેશે. જ્યારે વસ્ત્રાપુરની હયાત હોટેલમાં 75 રૂમ બુક કરવામાં આવ્યા છે, જેમાં AICC સચિવ અને પ્રભારી રોકાશે. ITC નર્મદા ખાતે કોંગ્રેસના 100 સાંસદોને સમાવવા માટે 105 રૂમ બુક કરવામાં આવ્યા છે અને બાકીના 5 રૂમ મુખ્યમંત્રીઓને ફાળવવામાં આવે તેવી શક્યતા છે. એસજી હાઇવે પર સ્થિત તાજ વિવાંતા હોટેલમાં 100 રૂમ બુક કરવામાં આવ્યા છે. જેમાં દેશના તે ચાર રાજ્યોના મંત્રીઓ રહેશે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. દરેક હોટલમાં એક ડેસ્ક હશે. VVIP ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવશે. જ્યારે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી નેતાઓ ફ્લાઇટ અથવા ટ્રેન દ્વારા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.

કોંગ્રેસે તમામ નેતાઓનો સંપર્ક કર્યો છે અને ફ્લાઇટ કે ટ્રેન દ્વારા તેમના આગમન સમય વિશે માહિતી મેળવી છે. નેતાઓની ફ્લાઇટ અને ટ્રેનના સમયની યાદી મુજબ, તેઓ જે પણ હોટેલમાં જઈ રહ્યા છે ત્યાં તેમને મૂકવા માટે વાહનો પણ તૈયાર રાખવામાં આવશે. નેતાઓને એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનથી વાહન દ્વારા સીધા હોટેલ લઈ જવામાં આવશે. દરેક નેતાને તેમના માટે એક વાહન ફાળવવામાં આવશે. કોંગ્રેસ અધિવેશન માટે ગુજરાત આવનારા તમામ પ્રતિનિધિઓનું ગુજરાતની પરંપરાઓ અનુસાર સ્વાગત કરવામાં આવશે, જેમાં ગુજરાતના વિવિધ નૃત્યોની ઝલક પણ જોવા મળશે, એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ પટેલ અને જીલ શાહે જણાવ્યું હતું. એરપોર્ટથી સંમેલન સુધી 14 સ્ટેજ પર ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે

આ પણ વાંચો:કોંગ્રેસે ગાયને ‘રાજ્ય માતા’નો દરજ્જો આપવાની કરી માંગ, BJP MLAનો દાવો, ‘દૂધ પીવાથી…’

આ પણ વાંચો:કોંગ્રેસ ફરીથી બેઠી થશે? 700 જીલ્લાના અધ્યક્ષને દિલ્હીનું તેડું