Navsari News: સરકારી હોસ્પિટલ હોય એટલે તેનું ધણીધોરી કોણ હોય તે રાહે તેમા કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે. નવસારીની ચીખલીની સરકારી હોસ્પિટલ (Chikhali Government Hospital) માં કરોડો રૂપિયાની ઉચાપત (Embezzlement) નો સનસનાટીભર્યો બનાવ બન્યો છે. આ ઉચાપતને ગાંધીનગરની ઓડિટ વિભાગે પકડી પાડી છે.
ગાંધીનગર ઓડિટ વિભાગે (Audit Department) નવસારીમાં ચીખલીની સરકારી હોસ્પિટલમાં કરેલા ઓડિટ મુજબ ત્યાંના આઉટ સોર્સિંગ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. આ કર્મચારીએ કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી છે. એક રીતે તેણે 1.64 કરોડ રૂપિયાનું કૌભાંડ જ આચર્યુ છે. એક સામાન્ય કર્મચારીએ કરેલા કરોડો રૂપિયાના કૌભાંડના પગલે ચીખલીની સરકારી હોસ્પિટલના સંચાલકો અને ગાંધીનગરનું ઓડિટ વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.

આઉટસોર્સિંગના વિભાગ (Outsourcing Department) ના આ કર્મચારીઓ રૂપિયા બનાવવા માટે ગજબની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવી હતી. તેણે ડબલ બિલો તેમજ બોગસ બિલો બનાવીને કૌભાંડ આચર્યુ હતુ. આ તો રકમ મોટી થઈ એટલે ખબર પડી નાની રકમ હોત તો ખબર પણ ખબર પણ પડી ન હોત.

હોસ્પિટલના નિવાસી તબીબે આ કૌભાંડને લઈને વિધિવત્ ફરિયાદ કરી છે. આઉટસોર્સિંગ કર્મચારી સતીષ ભોયા સામે કેસ નોંધાયો છે. આના પગલે આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. સતીષ ભોયા 2016થી 2023 દરમિયાન જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમને હોસ્પિટલના વિવિધ બિલો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આઉટસોર્સિંગ બિલ, બાયોમેડિકલ વેસ્ટ બિલ, ડીઝલ બિલ, ડાયેટ બિલ સહિતના અનેક બિલોમાં ગેરરીતિ આચરી હતી.

ગાંધીનગરથી આવેલી ઓડિટ ટીમે પ્રારંભિક તપાસમાં 22 લાખની ગેરરીતિ શોધી કાઢી હતી, પરંતુ તેના પછી તેઓને શંકા જતાં બધા જ બિલોની અને નાણાકીય વ્યવહારોની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આરોપીએ એક જ બિલના ડબલ પેમેન્ટ કરાવ્યા હતા, આ રકમ જુદી-જુદી વ્યક્તિઓના નામે જુદી-જુદી બેન્કોમાં જમા કરાવી હતી અને પછી રોકડ તથા ગૂગલ-પે દ્વારા આ રકમ તેણે પોતે મેળવી લીધી હતી.
હોસ્પિટલના નિવાસી તબીબ વડા ડો. માલતીબેન પટેલે આ મામલે ચીખલી પોલીસ સ્ટેશને ઉચાપતની અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીના નેતૃત્વમાં આ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણી હોય તેવી પૂરેપૂરી શંકા છે.
આ પણ વાંચો: નવસારીમાં અસલી સરકારી અધિકારીએ નકલીની પોલ ખોલી, 40 લાખનો ફ્રોડ કરનારની ધરપકડ
આ પણ વાંચો: નવસારીમાં 16 લાખના દારૂના જથ્થા સાથે 37 લાખનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: નવસારી/ જમીન કૌભાંડ આચરતી ટોળકીનો પર્દાફાશ, 3ની અટકાયત – 7 ફરાર
