Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં 50 થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં બનવા પામી છે. પાણી પીધા પછી 50 થી વધુ ઝવેરીઓ બીમાર પડ્યા છે. શંકા છે કે કોઈએ પીવાના પાણીના ફિલ્ટરમાં અનાજમાં વપરાતી દવા ભેળવી દીધી હતી. આ બધાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
આ ઘટના વિષે વાત કરતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આજે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, મિલેનિયમ કોમ્પ્લેક્સમાં અનુપ જેમ્સ નામની કંપની છે, સવારે એક ઘટના બની હતી, જેમાં કોઈ અસામાજિક તત્વોએ પાણીની ટાંકીમાં સેલ્ફોસનું પેકેટ ફેંકી દીધું હતું. જ્યારે રત્નકલાકારોએ આ બાબતની જાણ માલિકને કરી, ત્યારે તેણે સાવચેતી રૂપે તરત જ બધાને હોસ્પિટલમાં મોકલી દીધા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અમે આ મામલાની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહ્યા છીએ. આરોપીઓ સામે કેસ નોંધવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
આ પણ વાંચો:સુરતમાં નકલી વિજિલન્સ PSI ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં પિતા અને કાકા પાસે સગા પુત્રે ખંડણી માંગતા ચકચાર
