GODHRA NEWS/ જમીનની કામગીરી સંદર્ભે 1 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર સહિત બે ઝડપાયા

ફરિયાદને પગલે ACB એગોઠવેલા છટકામાં બન્ને આરોપી સપડાયા

Top Stories Gujarat

Godhra News : ગોધરામાં એક વ્યક્તિ પાસેથી જમીનની કામગીરી બાબતે રૂ.1,00,000 ની લાંચ લેતા ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર સહિત બે જણા ACB ની જાળમાં સપડાયા હતા.આ કેસની વિગત મુજબ ફરીયાદીએ તેઓના ભાગીદારના નામે જમીન ખરીદી હતી. જે જમીનમાં વધારાના નામો હોવાથી કુંટુબીક હક્ક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઇ ધરા શાખામાં કાચી નોંધ પાડવામાં આવી હતી. જે નોંધ પડતા જમીનના સાતબાર આઠ અ માના એક ખાતેદારે વાંધા અરજી કરી હતી.

જેથી મામલતદાર કચેરી ગોધરા ખાતેથી પ્રાંત કચેરી ગોધરા ખાતે મોકલતા પ્રાંત કચેરી ગોધરા ખાતેથી જમીનના માલિકને નોટીસ મોકલતા ફરીયાદીએ પ્રાંત કચેરી ખાતેથી આવેલ નોટીસનો જવાબ રજુ કર્યો હતો. બાદમાં ફરીયાદી આ કામના મોહમંદનઇમ મોહમંદસાદીક રાણાવડીયા ઉ.વ.૩૪ નાયબ મામલતદાર ઇ-ધરા, મામલતદાર કચેરી ગોધરા ગ્રામ્યને મળતા તેણે સૌ પ્રથમ ફરીયાદી પાાસે રૂપિયા ૨,૫૦,૦૦૦/- ની માંગણી કરીને રકઝકના અંતે રૂપિયા ૧,૦૦,૦૦૦/- આપવાનો વાયદો નક્કી થયો હતો.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી. ટોલ ફ્રી નંબર ઉપર ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોધરામાં નાલંદા સ્કૂલ પાસે , પોદ્દાર સ્કૂલના કંપાઉન્ડમાં ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના મોહંમદનઈમ રાણાવડીયાએ ફરીયાદી સાથે વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચના નાણાં ગણપતભાઇ કાન્તીભાઇ પટેલ ઉવ.૩૦ આઉટસોર્સ પટ્ટાવાળા પ્રાન્ત કચેરી, આર.ટી.એસ. શાખા ગોધરા જી.પંચમહાલ એ પંચ-૧ ની હાજરીમા સ્વીકારી લાંચના નાણા સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પોલીસનો આતંક, વાહનચાલક પર લાકડી વડે હુમલો કર્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટના તત્કાલીન આસીસ્ટંટ ટાઉન પ્લાનર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

આ પણ વાંચો:રાજકોટમાં કુવાડવા રોડ પર સાબુની ફેક્ટરીમાં ભીષણ આગ