Gandhinagar News/ મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, ખેતીની જમીનોને લઈ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ

ઉપરાંત, મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે.

Gujarat Gandhinagar Top Stories

Gandhinagar News: ગુજરાત રાજ્ય મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેતીની જમીનો (Agricultural Land)ના ટાઈટલ ક્લિયર (Title clear) કરવા તેમજ કબ્જેદારનું સર્ટિફિકેટ (Certificate) લેવાની ફી નિશ્ચિત કરી છે, જે પ્રોસેસિંગ ફી (Processing fee) તરીકે ગણાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના દિશા દર્શનમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે, જેમાં વિસ્તારના આધારે ફી નિર્ધારિત કરાઈ છે.  ખેતીની જમીનો અંગે કબ્જેદારનું સર્ટિફિકેટ લેવા, જમીનનું ટાઈટલ ક્લિયર કરવા ફી નક્કી નક્કી કરાઈ છે. માહિતી મુજબ, 1 લાખથી ઓછી વસ્તી ધરાવતા ગામ તેમજ વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર 1 રૂપિયો અને 1 લાખથી વધુ વસ્તી ધરાવતા ગામમાં પ્રતિ ચોરસ મીટર 5 રૂપિયા ફી લેવામાં આવશે.

ઉપરાંત, મુખ્યમંત્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.

આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.

અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીન (Agricultural Land)ના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા. ગુજરાતમાં જમીન NA કરાવવી સરળ બનશે. હવેથી ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ, 1995થી જ મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે, પહેલાંના રેકોર્ડની જરૂર નહીં રહે.રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે.

CM સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે બિનખેતીની પરવાનગી દરમિયાન મૂળથી ખેડૂત ખાતેદારની ચકાસણીના કિસ્સાઓમાં રેકોર્ડની બિન ઉપલબ્ધતા અને બિનખેતી મંજૂરીના કેસોમાં વિલંબને કારણે ખેડૂતો અને અરજદારોને અનેક સમસ્યાઓ નડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની પ્રગતિને વેગવંતી બનાવવા લેવાયેલા ચાર મહેસૂલી નિર્ણયો

આ પણ વાંચો:કાર્તિક પટેલને મહેસૂલ વિભાગના આશીર્વાદ? નિયમો નેવે મૂક્યા છતાં વાળ વાંકો નહીં

આ પણ વાંચો:ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસૂલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે