Rajkot News/ ગોંડલના ચકચારી રાજ વાડીમાં થયેલા હુમલા મામલે આરોપીઓનો નિર્દોષ છુટકારો

આખરે ગોંડલ સેશન જજે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: 18 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોંડલ (Gondal) ગામમાં રજવાડી તરીકે ઓળખાતી ખૂબ જ કિંમતી જમીન પર કબજો કરવાના ઈરાદે 16 જેટલા આરોપીઓ હથિયાર અને 118 જેટલા વાહનો લઈને ધસી આવ્યા હતા અને ઘરમાં ઘણું નુકસાન કરી જમીન પોતે કબ્જે કરી લેશે તેવી ધાકધમકી આપી હતી. વિવાદને લઇને 2003માં વિક્રમસિંહ રાણાની હત્યા (Murder) થઇ હતી. કેસમાં 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે ગોંડલ સેશન્સ કોર્ટે (Gondal Sesssion Court) તમામ આરોપીઓને બચાવ પક્ષની દલીલનાં આધારે નિર્દોષ જાહેર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ ગામમાં રજવાડી તરીકે ઓળખાતી ખૂબ જ કિંમતી જમીન પર કબજો કરવાના ઈરાદે આરોપી જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા, ગિરીશભાઈ સંતરામભાઈ અગ્રવાલ, રામભાઈ રણમલભાઈ આહિર, સલ્મીનભાઈ સીરાઉદ્દીન પઠાણ, અજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, રમેશભાઈ ધરમસીભાઈ ઠક્કર, જયરાજભાઈ દોસનભાઈ બસિયા, રાઘવેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા વગેરેએ લાકડીઓ, કુહાડી, પાઇપ, તલવારો અને પિસ્તોલ જેવા હથિયારોથી બનેલી રજવાડી પર કબ્જો કરવાના ઈરાદે પિસ્તોલ અને 118 વાહનો સાથે વાડીમાં ઘૂસ્યા હતા.

તેમજ હવામાં પિસ્તોલ તાકીને ટેલિફોન, ટેલિવિઝન અને બારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપીઓએ તે જગ્યા પર તોડફોડ કરી અને એમ પણ કહ્યું કે આ વાડી અમારા બાપની છે અને જો કોઈ તેના પર કબ્જો કરવા આવશે તો અમે તેને અહીંથી જીવતો જવા નહીં દઈએ. આ ઘટનાથી ડરી રામજીભાઈ પ્રાગજીભાઈ મારકાણાની ફરિયાદના આધારે ગોંડલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

વિવાદને લઇને 2003માં વિક્રમસિંહ રાણાની હત્યા થઇ હતી, કિમતી જમીન મુદ્દે અનેક વાર લોહિયાળ જંગ ખેલાયો હતો. કોટડાસાંગાણી રોડ પર રાજવી પરિવારની જમીન આવેલી છે. આ કરોડોની જમીન રાજવી ગુણાદિત્યસિંહ (ઘનાબાપા)ની છે. આ કેસમાં 16 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ 16 પૈકી 3 આરોપીઓના મૃત્યુ થયા છે. બાકી રહેલ 13 પૈકી 2 આરોપી પર 302નો ગુનો નોંધાયો હતો. રામજી મારકણા અને હરેશ ચોથાણી પર 302નો ગુનો નોંધાયો હતો. આ કેસમાં કુલ 72 જેટલાં સાહેદોને અદાલતે પૂછપરછ કરી હતી. ચકાસણી દરમિયાન 21 સાહેદો હોસ્ટાઇલ જાહેર થયા હતા. આ જમીન મામલે અનેક મોટા માથાઓની હત્યાઓ થઈ હતી.

આ કેસમાં અદાલત દ્વારા આરોપીઓ પર આરોપ લગાવીને ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી, ફરિયાદ પક્ષના સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી, ફરિયાદ પક્ષના સાક્ષીઓ, તપાસ અધિકારી વગેરેની બચાવ પક્ષના વકીલ દ્વારા ઊલટસૂલટ પૂછપરછ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે અદાલતનું ધ્યાન 164 અને 161 હેઠળ સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું દોર્યું હતું અને પ્રથમ દ્રષ્ટિએ પુરાવા રેકોર્ડ પર ન હોવાથી આરોપીઓને નિર્દોષ સાબિત કરતી દલીલો કરી હતી. આખરે ગોંડલ સેશન જજે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે હવે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ગોંડલના રાજકુમાર જાટના કેસમાં પોલીસે શોધ્યું સત્ય, બસની હડફેટે થયું હતું મોત

આ પણ વાંચો:ગોંડલમાં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત