Breaking News: તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે આજે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે બેઠક યોજાઈ હતી, જે દરમિયાન ગઠબંધનનો માર્ગ મોકળો થયો છે. અમિત શાહે કહ્યું કે આજે AIADMK અને BJP ના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે AIADMK, BJP અને તમામ પક્ષો આગામી તમિલનાડુની ચૂંટણી સાથે મળીને લડશે. આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સ્તરે AIADMK નેતા પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં NDA પ્રચંડ વિજય મેળવશે અને ફરી એકવાર તમિલનાડુમાં NDA સરકાર બનશે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને EPS ના નેતૃત્વમાં અહીં વિધાનસભા ચૂંટણી લડીશું અને જીતીશું પણ.
આ પણ વાંચો:આજે તમિલનાડુ-પુડુચેરીમાં ત્રાટકશે ફેંગલ વાવાઝોડું : 90kmphની ઝડપે પવન ફૂંકાશે,એકનું મોત
આ પણ વાંચો:તમિલનાડુમાં કોસ્ટ ગાર્ડે ખરાબ હવામાનને કારણે દરિયામાં ફસાયેલા 6 માછીમારો અને 4 મજૂરોને બચાવ્યા
આ પણ વાંચો:તમિલનાડુ પોલીસે સુપ્રીમ કોર્ટને સદગુરુના ઈશા યોગ કેન્દ્રને લગતા કેસો વિશે માહિતી આપી
