Rajkot News/ રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ

આરોપી હિતેશે તેના પરિચિત આરોપી હિમાંશુ રાઠોડને જે સહયોગ ઇમેજિંગમાં કામ કરે છે, તેને 2500 રૂપિયા આપી નકલી MRI રિપોર્ટ તૈયાર કરાવડાવ્યો. આ બધા નકલી

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં બોગસ રીતે મેડિક્લેમ (Mediclaim) પકવવાના કૌભાંડ (Scam)નો પર્દાફાશ કરવામાં થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી દર્દી મયુર છુંછાર જે દેવામાં ડૂબેલો હતો, તેણે ડૉ. અંકિત સાથે મળીને આ યોજના ઘડી હતી અને ખોટા દસ્તાવેજો રજૂ કરીને 40 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. જેમાંથી, મેડિક્લેમ પાસ થયા બાદ ડૉ. અંકિતને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યારે નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે 5000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી અને તેમને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી કરી રહી છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે દર્દી હોવાનો દાવો કરનારા મયુર છુંછારે 40 લાખ રૂપિયાનો દાવો કર્યો હતો. આમાં તેણે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. અંકિત સાથે મળીને ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો. 40 લાખ રૂપિયાનો મેડિક્લેમ મંજૂર થયા પછી ડૉ. અંકિતને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે અંકિતે હોસ્પિટલની ખોટી ફાઇલો અને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, જેમાં તેને શ્રી સમર્પણ હોસ્પિટલના કર્મચારી ભાવિક માંકડે મદદ કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે રાત્રે ડૉક્ટર ગયા પછી આરોપી દર્દી મયુરને તેના ઘરે મોકલી દેતો હતો અને સવારે ડૉક્ટર આવે તે પહેલાં પોતે હોસ્પિટલમાં આવી જતો હતો. આરોપી ભાવિકે સમર્પણ હોસ્પિટલની નકલી ફાઇલો બનાવવામાં મયુર અને અંકિતને મદદ કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપી હિતેશે તેના પરિચિત આરોપી હિમાંશુ રાઠોડને જે સહયોગ ઇમેજિંગમાં કામ કરે છે, તેને 2500 રૂપિયા આપી નકલી MRI રિપોર્ટ તૈયાર કરાવડાવ્યો. આ બધા નકલી દસ્તાવેજોને સાચા જાહેર કરી મેડિક્લેમનો દાવો કરવામાં આવ્યો હતો, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે દર્દી મયુર છુંછાર, ડો. અંકિત કાથરાણી, હોસ્પિટલનો કર્મચારી ભાવિક માંકડ, હિમાંશુ રાઠોડ, હિતેશ રવૈયાની ધરપકડ કરી છે.

ગાંધીગ્રામ (Gandhigram)ની સમર્પણ હોસ્પિટલમાં રૂપિયા 40 લાખના મેડિક્લેમ (Mediclaim) પકવવાનું ષડયંત્ર રચાયાની અમદાવાદના ડૉક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસા થયા બાદ પોલીસ તપાસ શરૂ થઈ હતી.

સમર્પણ હોસ્પિટલના તબીબ મેડિક્લેઈમ કૌભાંડને સમર્પિત - ખાસ ખબર રાજકોટ

રાજકોટનાં ગાંધીગ્રામ (Gandhigram)માં સમર્પણ હોસ્પિટલનું બોગસ રીતે મેડિક્લેમ પકવવાનું કાવતરૂં રચાયાનાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દર્દીને પેરાલિસિસની અસર બતાવી કાગળો તૈયાર કરવામાં આવ્યાં હતા. એક ડૉ. મેહુલ સોલંકીનો ડાબી બાજુ પેરાલિસિસ (Paralysis)નું અને બીજા ડૉ. મનોજ સિડાએ જમણી બાજુ અસર હોવાનું નિવેદન આપ્યું હતું. દર્દી મયુર છુંછારનો પેરાલિસિસની અસરનો બોગસ રિપોર્ટમાં બે અલગ-અલગ કન્સલ્ટેશનના કાગળો રજૂ થતા ભાંડો ફૂટ્યો હતો.  સહયોગ ઈમેજીનના બોગસ MRIના રિપોર્ટ પણ રજૂ કરાયા હતા. સમગ્ર મામલે અમદાવાદના ડૉ. રશ્મિકાંત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલકર્મી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો હતો, જેમાં પોલીસને સફળતા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સેલ્બી હોસ્પિટલનાં સીનીયર એક્ઝીક્યુટીવ અને મેડિક્લેમ મેનેજરે બનાવી મેડિક્લેમની ખોટી ફાઈલ, અને પછી…

આ પણ વાંચો:નકલી કોર્ટ સાથે હવે તો હોસ્પિટલ પણ નકલી,જાણો કઈ રીતે બહાર આવી હકીકત

આ પણ વાંચો:જો તમારી પાસે વીમો છે તો તમારે ક્લેમ ચૂકવવો પડશે