Ahmedabad News/ અમદાવાદમાં AHANA અને વીમા કંપનીઓ વચ્ચે ગજગ્રાહ

અમદાવાદમાં આ 3 વીમા કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારની વીમાને લગતી ન્યાયિક પ્રક્રિયા (Process) પૂરી કર્યા વિના શહેરની ઘણી હોસ્પિટલને બાકાત કરી દેવાતા દર્દીઓને

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં AHANA (અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન) દ્વારા 3 વીમા કંપનીઓ (Insurance companies)ના વીમા ધરાવતી કેશલેસ સારવાર (Cashless service) બંધ કરી દેવાઈ છે. આહનાએ દાવો કર્યો છે કે ટાટા AIG, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઈન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની ઓનલાઈન સેવા 10 દિવસથી બંધ કરી દીધી હોવાની ફરિયાદો મળી છે.

અમદાવાદમાં આ 3 વીમા કંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારની વીમાને લગતી ન્યાયિક પ્રક્રિયા (Process) પૂરી કર્યા વિના શહેરની ઘણી હોસ્પિટલને બાકાત કરી દેવાતા દર્દીઓને હાલાકી વેઠવી પડી છે. તેમજ આ હોસ્પિટલમાં જો સારવાર લીધી હોય તો વીમાની રકમ આપવામાં લટકાવતા હોવાનું સામે આવ્યું છે. AHANAનો દાવો છે કે હોસ્પિટલ કે નર્સિંગ હોમ્સના ચાર્જમાં કોઈ વધારો કરાયો નથી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ ઓથોરાઈઝેશન લેટર (Authorization letter) આપી દીધો હોવા છતાં રકમમાં કાપ મૂકવાનું પણ સામે આવ્યું છે.

AHANAને વીમા કંપનીની ઘણી ફરિયાદો મળી છે. જેમકે, દર્દી અને હોસ્પિટલને ડિસ્ચાર્જ દરમિયાન લાંબા સમય સુધી રાહ જોવી, હોસ્પિટલમાં ડિસ્ચાર્જ સમયે પૈસા કાપવા વગેરે જેવી ફરિયાદો ઉઠી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-ગુજરાત, અમદાવાદ મેડિકલ એસોસિએશને આ લડાઈને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત, અમદાવાદ ફિઝિશિયન એસોસિએશન, અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટી, એસોસિએશન ઓફ અમદાવાદ સર્જન્સ, અમદાવાદ ઇ એન્ડ ટી સર્જન્સ એસોસિએશન, ગાયનેકોલોજિસ્ટ એસોસિએશન, વડોદરા-રાજકોટ-ભાવનગર હોસ્પિટલ એસોસિએશન-ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ્સ નર્સિંગ હોમ્સ અને એલાઇડ હેલ્થકેર સર્વિસીસ દ્વારા પણ તેમનો ટેકો આપવામાં આવ્યો છે.

વીમા કંપની (Insurance companies)એ આહાના દ્વારા દાખલ કરાયેલી ફરિયાદને ફગાવી દીધી છે. વીમા કંપનીનું કહેવું છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય સ્થળોએ અમારી કેશલેસ સેવા કોઈપણ સમસ્યા વિના ચાલી રહી છે. અમારા અનેક પ્રયાસો છતાં, આહાનાએ હજુ સુધી અમારી સાથે વાતચીત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. તેઓ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ યોગ્ય નથી.

હોસ્પિટલ એસો. ત્રણેય વીમા કંપનીઓ (Insurance companies)ને રજુઆત કરી હતી કે, કોઈ પણ પ્રકારની સમયસર ચુકવણી કરવી, ઓથોરાઈઝેશન લેટર પ્રમાણે સંપૂર્ણ રકમની ચુકવણી કરવી, લેટર જારી કરો તે બાદ કોઈ પણ રકમની કપાત કરવી નહીં. હેલ્થ કેર ઈન્ફલેશન પ્રમાણે ચાર્જમાં વધારો કરવો વગેરેની માહિતી પ્રાપ્ત થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:LIC આરોગ્ય વીમા ક્ષેત્રમાં કરશે પ્રવેશ, 31 માર્ચ સુધીમાં જાહેરાતની શક્યતા, શેરના ભાવ રોકેટ ગતિએ વધ્યા

આ પણ વાંચો:વીમા ક્ષેત્ર માટે FDI ની મર્યાદા 74 % થી વધારીને 100 % કરવામાં આવી

આ પણ વાંચો:પુત્રીએ સંભાળ્યો મૃત પિતાનો વ્યવસાય તો વીમા કંપનીએ ક્લેમ આપવાનો કર્યો ઇનકાર; SC એ શું કહ્યું…